નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90 હજાર નજીક પહોંચી છે. NCRના શહેરો નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામમાં પણ કોરોનાનાા કેસ વધી રહ્યા છે. ત્યારે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ગૃહપ્રધાન અમિત શાહે બેઠક બોલાવી છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હી તથા NCRના મુખ્યપ્રધાનો સાથે કરશે બેઠક - Delhi meeting
રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હી તથા તેની આસપાસના રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દિલ્હી તથા NCR ના મુખ્યપ્રધાનો સાથે કરશે બેઠક
આ બેઠકમાં દિલ્હી તેમજ દિલ્હીની આસપાસના તમામ રાજ્યો જેમ કે હરિયાણા, ઉત્તરપ્રદેશ ના મુખ્ય પ્રધાનો ઉપસ્થિત રહેશે. બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે.
ગૃહપ્રધાન અમિત શાહ આ પહેલા દિલ્હી NCRના શહેરોના DM તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે થયેલી આ બેઠકમાં કોરોના અંગે સમગ્ર NCRને એક માનવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું.