ગૃહવિભાગના નિવેદન મુજબ આ પુરસ્કાર સાથે કોઈ પણ ચેક કે રોકડા નહીં અપાય. તેમજ એક વર્ષમાં ત્રણથી વધારે પુરસ્કાર એનાયત કરાશે નહીં. સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર શરૂ કરવાની બાબતે પહેલા જ સૂચના જાહેર કરી દેવાઈ છે. પુરસ્કારનો હેતુ રાષ્ટ્રીય એકતા અને અખંડતાને વધારવા તેમજ મજબૂત અને અખંડ ભારતના મૂલ્યને સુદ્દઢ કરવાનો છે.
સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કારઃ કેન્દ્ર સરકારની એક નવી શરૂઆત... - કેન્દ્ર સરકાર દ્વારા એનાયત એવોર્ડ
નવી દિલ્હીઃ ભારત સરકારે દેશની એકતા અને અખંડતા માટે મહત્વપૂર્ણ યોગદાન બદલ સરદાર વલ્લભભાઈ પટેલના નામે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારની શરૂઆત કરી છે. ગૃહવિભાગે જાહેર કરેલા એક નિવેદન મુજબ પુરસ્કારમાં એક પદક અને એક પ્રશસ્તિ પત્ર હશે, આ સન્માન મહત્વના કિસ્સાઓ છોડીને મરણોત્તર પ્રદાન કરાશે નહીં.
sardar
આ પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરાશે. વડાપ્રધાન દ્વારા એક પુરસ્કાર સમિતિની રચના કરવામાં આવશે. જેમાં પ્રધાનમંડળના સચિવ, વડાપ્રધાનના મુખ્ય સચિવ અને રાષ્ટ્રપતિના સચિવ સહિત ગૃહખાતાના સચિવનો સમાવેશ કરાશે. ઉપરાંત વડાપ્રધાન અન્ય ત્રણથી ચાર લોકોનો સમાવેશ કરશે. આ પુરસ્કાર માટે કોઈપણ સંસ્થા અને નાગરિકો નામ સૂચિત કરી શકે છે. વ્યક્તિ પોતાનું પણ નામ સૂચવી શકે છે. ઉપરાંત રાજ્ય સરકારો, સંઘપ્રદેશ અને વિવિધ વિભાગો પણ પુરસ્કાર માટે નામોનું સૂચન આપી શકે છે.