સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી સરકારે ગાંધી પરિવારના સભ્યો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની એસપીજી સુરક્ષા પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે. હવે તેઓને Z+ સુરક્ષા આપવામાં આવશે.
મોદી સરકારે ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવી, Z+ સુરક્ષા મળશે
નવી દિલ્હી: સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર સરકારે ગાંધી પરિવારના સભ્યો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પાસેથી એસપીજી સુરક્ષા હટાવી લીધી છે. હવે તેમને Z+ સિક્યુરિટી આપવામાં આવશે. મળતી માહિતી મુજબ, હવે ગાંધી પરિવારની સુરક્ષા Z+ કેટેગરીની રહેશે અને સીઆરપીએફ કમાન્ડો સુરક્ષામાં ફરજ પર રહેશે.
SPG
ગૃહ મંત્રાલયની ઉચ્ચ-સ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, એસપીજીની સુરક્ષા હવે ફક્ત પીએમ મોદીની જ રહેશે. અગાઉ એસપીજીની સુરક્ષા ફક્ત ચાર લોકોની જ હતી, જેમાં પીએમ મોદી સાથે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નામ શામેલ હતા.