નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે ICMRએ રેપિડ એન્ટી બોડી ટેસ્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કીટના ઉપયોગ પર અસ્થાયીરૂપે પ્રતિબંધ મૂક્યો હતો. જેની સત્તાવાર માહિતી શનિવારે આપી હતી. સરકારનું કહેવું હતું કે, ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) ચોકસાઈની પુન:તપાસ ન કરે ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે.
ICMRએ રેપિડ એન્ટી બોડી ટેસ્ટ પર પ્રતિબંધ મૂક્યો - કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન
દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે ICMRએ રેપિડ એન્ટી બોડી ટેસ્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.
ICMRએ રેપિડ એન્ટી બોડી ટેસ્ટ પર પ્રતિબંધ મૂક્યો
હવે ICMRએ પણ રેપિડ એન્ટી બોડી ટેસ્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. હાલ ICMRની વિવિધ ટીમો ઝડપી એન્ટી બોડી ટેસ્ટ કીટનું વિશ્લેષણ કરી રહી છે, જે બે ચીની કંપનીઓ પાસેથી ખરીદવામાં આવી હતી. જેનો ઉદ્દેશ કીટની કાર્યક્ષમતા શોધવા માટેનો છે. કેટલાક રાજ્યોના અહેવાલો આવ્યા છે કે આ કીટ ખોટા પરિણામો આપી રહી છે.
તમને જણાવી દઈએ કે, શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું હતું કે, ટેસ્ટ કીટનાં પરિણામો જુદી-જુદી જગ્યાએ અલગ અલગ આવી રહ્યાં છે અને વિશ્વાસ કરી શકાય તેમ નથી.