જયપુર: રાજસ્થાન સરકારે ડૂંગરપુરમાં ચાલી રહેલા ઉપદ્રવને જોતાં કેન્દ્ર સરકારની મદદ માંગી હતી. જે બાદ કેન્દ્ર સરકારે રેપિડ એક્શન ફોર્સની બે ટુકડી ડૂંગરપુર મોકલી આપી છે. આ સાથે જ મહારાણા પ્રતાપ બટાલિયનની સાથે જયપુર, કોટા અને બારાંથી એસટીએફ, હાડી રાણી બટાલિયન અને આરએસીની કંપનીઓને ડૂંગરપુર મોકલવામાં આવી છે. આ વિવાદનું વહેલી તકે સમાધાન લાવવા માટે રાજધાની જયપુરથી 10 આઇપીએસ અને 24થી વધુ આરપીએસ અધિકારીઓને પણ ડૂંગરપુર મોકલવામાં આવ્યા છે.
રાજસ્થાન સરકારની માંગણી બાદ કેન્દ્ર સરકારે રેપિડ એક્શન ફોર્સની 2 ટુકડી ડૂંગરપુર તૈનાત કરી - રાજસ્થાન ડુંગરપુર અપડેટ્સ
રાજસ્થાનમાં શિક્ષકોની ભરતી વિવાદ બાદ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ હિંસક રૂપ ધારણ કર્યું છે. આ સ્થિતિમાં રાજસ્થાન સરકારે કેન્દ્ર સરકારની મદદ માંગી હતી. જે બાદ કેન્દ્ર સરકારે રેપિડ એક્શન ફોર્સની બે ટુકડીઓ ડૂંગરપુર મોકલી આપી છે.
એડીજી લો એન્ડ ઓર્ડર સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું કે ડૂંગરપુરમાં ઉપદ્રવ બાદ સ્થિતિ હાલ નિયંત્રણમાં છે. જો કે, પ્રદર્શનકારી અને ઉપદ્રવી હજુ પણ ટેકરીઓ અને રસ્તાઓની આજુબાજુ સ્થિર છે. તેઓને સમજાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થળ પર પૂરતા પ્રમાણમાં પોલીસ દળ મોકલવામાં આવ્યા છે. તેમજ મહારાણા પ્રતાપ બટાલિયનની 12 કંપનીઓ, એસટીએફની 2 કંપનીઓ, આરએએફની બે કંપનીઓ કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવી છે અને અન્ય ત્રણ કંપનીઓ કોટા, બુંદી અને ટોંકથી મોકલવામાં આવી છે.