કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દિલ્હી-NCRમાં અનાધિકૃત કોલોનીને કાયદેસર બનાવવાનો નિર્ણય લીધો છે. આ સિવાય BSNL-MTNLનું ખાનગીકરણ નહીં કરવાનો પણ નિર્ણય લીધો છે.
આ બેઠક દરમિયાન જાણકારી આપવામાં આવી કે, BSNL, MTNLને પાટા પર લઇ આવવા માટે 15 હજાર કરોડ રુપિયાના સરકારી બોન્ડ, 38 હજાર કરોડની રુપિયાની સંપતિનું મુદ્રીકરણ અને કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના લઇ આવવામાં આવશે.