ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ધર્મના આધારે કોઇને દેશ બહાર ન કરવા જોઇએઃ શિઅદ પ્રમુખ - panjab latest news

પટિયાલાઃ દેશભરમાં નાગરિકતા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભાજપના સહયોગી શિરોમણી અકાલી દળે (શિઅદ) શનિવારે કેન્દ્ર સાથે નાગરિકતા કાયદામાં બદલાવ કરવાની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે, ધર્મના આધારે કોઈને દેશ બહાર કરવા જોઈએ નહીં.

શિઅદ પ્રમુખ
શિઅદ પ્રમુખ

By

Published : Dec 22, 2019, 9:27 AM IST

નાગરિકતાં બિલ વિશે વાત કરતાં પંજાબના ફિરેઝપુરના સંસદ શિઅદ પ્રમુખ સુખબીર સિંહ બાદલે કહ્યું હતું કે, "આપણે દ્રઢતાપૂર્વક નાગરિકતા કાયદામાં મુસ્લિમોને સામેલ કરવા જોઈએ. કારણ કે, દેશના લોકો પણ એ જ ઇચ્છે છે. આમ, શિઅદ પ્રમુખે લોકમાંગણીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારને નાગરિકતા કાયદામાં પરિવર્તન કરવા અપીલ કરી હતી."

ઉલ્લેખનીય છે કે, વિવાદિત સંશોધિત નાગરિકતા કાયદામાં 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનના લીધે ભારતમાં આવેલાં હિન્દુ, શીખ, ઈસાઈ, બુદ્ધ, પારસી અને જૈનોને નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.

ABOUT THE AUTHOR

...view details