નવી દિલ્હીઃ કોરોના વાઈરસ વચ્ચે વિદેશોમાં ફસાયેલા 6.50 લાખ કરતાં પણ વધારો ભારતીયોને સ્વદેશ ફરત લાવવામાં આવ્યાં છે. આ અંગેની જાણકારી નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદિપસિંહ પુરીએ આપી છે.
કેેન્દ્રિય પ્રધાન હરદિપસિંહ પુરીએ ટ્વિટરના માધ્યમથી લોકોને આશ્વાસન આપ્યું છે કે, સરકાર વિદેશોમાં ફસાયેલા લોકોને પરત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ સાથે જ લગભદ 80,000 વિદેશીઓને પણ તેમના દેશમાં મોકલવામાં આવ્યાં છે.
6.50 લાખ કરતાં પણ વધારે ભારતીયોને લવાયા પરત તેમણે વધુમાં કહ્યું કે, 'સરકાર વિદેશોમાં ફસાયેલા લોકોને પરત લાવવા અને વિદેશીઓને તેમના દેશ મોકલવા તમામ સંભવ પ્રયાસ કરી રહી છે. અમે અત્યાર સુધીમાં 6.50 લાખ કરતાં પણ વધારે ભારતીયોને ભારત લાવી ચુક્યા છીએ, તો બીજી બાજુ 80 હાજર કરતાં પણ વધારે વિદેશીઓને તેમના દેશમાં મોકલવામાં આવ્યાં છે. વંદે ભારત મિશન આમાં મહત્વની ભૂમિકા ભજવી છે.'
તમને જણાવી દઈએ કે, કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે લાગેલા લોકડાઉનમાં દેશના અનેક લોકો વિદેશમાં ફસાયા હતાં. આ લોકને સ્વદેશ પરત લાવવા માટે સાત મેના રોજ વંદે ભારત મિશન શરૂ કરવામાં આવ્યું હતું.