ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સેલટ્રિઅનને MERS કોરોના વાઈરસ એન્ટિબોડીના વિકાસ માટે રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે પસંદ કરાઈ - વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન

સેલટ્રિઅને મે 2015માં કોરિયામાં પ્રથમ MERS દર્દીઓ દાખલ થયા હતા, ત્યારે સીટી-પી-38ના અભ્યાસનો ઝડપથી પ્રારંભ કરીને સારવાર માટે ઉમેદવાર વિકસાવવામાં સફળ થયું હતું.

MERS
MERS

By

Published : May 16, 2020, 8:31 AM IST

હૈદ્રાબાદ: સેલટ્રિઅને જ્યારે મે 2015માં કોરિયામાં પ્રથમ MERS દર્દીઓ દાખલ થયા હતા, ત્યારે સીટી-પી-38ના અભ્યાસનો ઝડપથી પ્રારંભ કરીને સારવાર માટે ઉમેદવાર વિકસાવવામાં સફળ થયું હતું.

સેલટ્રિઅન નામની સાઉથ કોરિયા નામની જીવવિકાસશાસ્ત્રની કંપની 'MERS' (મધ્ય પૂર્વ રેસ્પિરેટરી સિન્ડ્રોમ) કોરોના વાઈરસ સારવાર માટે એન્ટીબોડી વિકસાવવામાં સફળ થઈ હતી . આ કંપની મુખ્યત્વે ચેપી રોગોની રોકથામ અને સારવારના ક્ષેત્રે કેન્દ્રિત છે.

આ રાષ્ટ્રીય પ્રોજેકટનું લક્ષ્ય વણઉકેલાયેલા ઉપચારોના પડકાર અને તકનીકી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. સેલટ્રીશને સીટી-પી-38ના વિકાસને વેગ આપ્યો છે. એક MERS એન્ટિબોડી સારવાર, જેની કુલ પ્રોજેક્ટ કિંમત 3.7 વોનથી વધુ છે, જેમાં સરકાર તરફથી 2.2 અબજ વોન સમાવેશ થાય છે. વધુમાં, સેલટ્રિઅન સીટી-પી-38 નોન-ક્લિનિકલ ટ્રાયલ્સ અને પ્રથમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સ પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે આ વર્ષથી 2022 સુધી કોરિયા યુનિવર્સિટી સાથે સહયોગ કરવાની યોજના ધરાવે છે.

2018માં તેણે 'મધ્ય પૂર્વ શ્વસન સિન્ડ્રોમના કોરોના વાઈરસમાં તટસ્થ પ્રવૃત્તિ ધરાવતા બંધનકર્તા પરમાણુ' તરીકે દેશી અને વિદેશી પેટન્ટ્સના સંપાદનને પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ એ જ વર્ષના નવેમ્બરમાં વોશિંગ્ટન ડી.સી.માં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ઈન્ફલ્યુએન્ઝા અને અન્ય શ્વસન રોગો એસોસિએશન (ISIRV) દ્વારા પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં, સીટી-પી-38એ મલ્ટિનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા વિકસિત MERS એન્ટિબોડીઝની તુલનામાં શ્રેષ્ઠ પ્રાણીની અસરકારકતા દર્શાવી હતી.

સેલટ્રિઅન, મધ્ય પૂર્વ દેશોમાં સરકારો અને ભાગીદારો સાથે સતત અને સ્થિર MESS એન્ટિબોડી ઉપચારો વિકસાવવા માટે વિકાસના ખર્ચની ચર્ચા કરવાની તેમજ એન્ટિબોડી-ડ્રગ વિકાસના સંચિત ક્લિનિકલ વિશેષજ્ઞતા એકત્રિત કરીને ખર્ચના પાસામાં કાર્યક્ષમ વિકાસને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, MERSનો વિકાસ વિશ્વના 27 દેશોમાં થયો છે, અને સાઉદી અરેબિયામાં 84% કેસ મધ્ય પૂર્વમાં સ્થાનિક વાઈરસ બન્યા છે. સેલટ્રિઅનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "MERS મુખ્યત્વે મધ્ય પૂર્વના દેશોમાં પ્રચલિત છે, પરંતુ કોરિયામાં તે કોઈપણ સમયે ફરી થઈ શકે છે, તેથી અમે સરકાર સાથે નક્કર સહકાર દ્વારા ઉપચારાત્મક વિકાસ માટે શ્રેષ્ઠ પ્રયાસો કરીશું".

ABOUT THE AUTHOR

...view details