નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણી 2020ની 70 બેઠકોની મતગણરી થઈ રહી છે, ત્યારે સૌ કોઈની નજર પરિણામ તરફ મંડાયેલી છે. હાલના તબક્કામાં ‘આપ’ને સ્પષ્ટ બહુમતિ મળતી દેખાઈ રહી છે, ત્યારે ભાજપનો જાદુ આપ સામે ફીકો સામે સાબિત થઈ રહ્યો છે, તો સામે કોંગ્રેસના સૂપડાં થઈ ગયા છે.
દિલ્હીમાં ‘AAP’ની સરકાર.!, પાર્ટી કાર્યાલયમાં જશ્નનો માહોલ - celebrations-in-aap-office-over-delhi-assembly-election-result
દિલ્હી વિધાનસભા ચૂંટણી-2020ની તમામ બેઠકોની મતગણતરી ચાલી રહી છે. હાલના તબક્કામાં ‘આપ’ની જીત જોવા મળી રહી છે, ત્યારે ‘આપ’ના કાર્યલાયમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચાર તબક્કાની મતગણતરી બાદ ‘આપ’ને પ્રચંડ બહુમતિ મળતાં ‘આમ આદમી પાર્ટી’ના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાર્ટીના મુખ્યાલય અને ક્ષેત્રીય કાર્યાલયમાં પાર્ટીની જીત પાક્કી થતાં કાર્યકર્તાઓ જશ્ન કરી રહ્યાં છે, ત્યારે બીજેપી કાર્યાલયોમાં સન્નાટો વર્તાઈ રહ્યો છે.
‘આપ’ના સિનિયર નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે, "આમ આદમી પાર્ટી પ્રચંડ બહુમતી મેળવશે. હાલ, સૌ કોઈ આખરી પરિણામની રાહ જોઈ રહ્યાં છે, ત્યારે ‘આપ’ની સ્પષ્ટ બહુમતિ જોઈને પાર્ટીમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે."