વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતિ મહોત્સવ મુંબઇમાં નેરૂલ ખાતે ડી.વાય.પાટીલ સ્ટેડિયમમાં 4 ડિસેમ્બર 2019ના રોજ ઉજવાયો હતો. ભવ્યતા પૂર્વક ઉજવાયેલા આ મહોત્સવમાં 750 સંતો મહંતો અને 70 હજારથી વધુ ભાવિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ગૃહપ્રધાન અમિત શાહ અને અન્ય ઉપસ્થિત હજારો મહેમાનોએ આ આ શાનદાર જન્મજંયતિ મહોત્સવને માણીને ખુબ આનંદ વ્યક્ત કર્યો હતો.
પ્રમુખસ્વામી મહારાજના 98માં જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજાયો - સ્વચ્છતા અભિયાન
નવી મુંબઇ: ડી.વા.પાટીલ સ્ટેડિયમમાં સંતો દ્વારા સ્વચ્છતા અભિયાન પ્રમુખસ્વામી મહારાજના 98માં જન્મજયંતી મહોત્સવની પુર્ણાહુતી બાદ સંતોએ જાતે આખું સ્ટેડિયમ સાફ કર્યું.

પ્રમુખસ્વામી મહારાજના 98માં જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજાયો
આ મહોત્સવની પૂર્ણાહુતિ બાદ ડી.વાય.પાટીલ સ્ટેડિયમના પરિસરની સફાઇનું કાર્ય બી.એ.પી.એસ.ના સંતોએ જાતે ઉપાડ્યું હતું. દેશ વિદેશથી પધારેલા અને અત્યંત સુશિક્ષિત આ સંતોને સ્ટેડિયમની સફાઇ જાતે કરતા જોઇને અનેક લોકોને અહોભાવ થયો હતો.સેવા કરતા સંતોએ જણાવ્યું હતું કે, પ્રમુખસસ્વામી મહારાજે આ સમાજ માટે અને અમારા માટે ઘણું કર્યું છે.આ સફાઇ કરવી એ તો અમારી ભગવાન અને ગુરૂ પ્રત્યેની ભક્તિ છે.