ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રુંવાટા ઉભા થશે કારગિલની કહાની સાંભળીને, જાણો એક જવાનના મુખેથી આ કહાની

ન્યૂઝ ડેસ્ક: વર્ષ 1999માં ભારત તથા પાકિસ્તાન વચ્ચે કાશ્મીરમાં યુદ્ધ થયું હતું. આ સંધર્ષ પાક. સેના તથા કાશ્મીરી ઉગ્રવાદીઓ દ્વારા ભારતની જમીન પર કબ્જો મેળવવા માટે કરવામાં આવ્યું હતું. આ યુદ્ધમાં પાકિસ્તાનને ભારતીય સેનાના બહાદુર જવાનોએ બરાબરનો જવાબ આપ્યો હતો. કારગિલ યુદ્ધ ઓપરેશન વિજય નામથી પણ ઓળખાય છે.

'કારગિલ વિજય દિવસ'

By

Published : Jul 22, 2019, 11:12 AM IST

Updated : Jul 22, 2019, 11:39 AM IST

26 જુલાઈ 1999માં ભારતીય સેનાએ પાકિસ્તાનને કારગિલ જંગમાં હરાવ્યું હતું. દર વર્ષે આ દિવસે કારગિલ વિજય દિવસ તરીકે મનાવાય છે. 8 મે 1999માં શરૂ થયેલી કારગિલ જંગ 26 જુલાઈ 1999માં પાકિસ્તાનની હારથી ખત્મ થયું હતું. આ યુદ્ધ ઓપરેશન વિજય તરીકે પણ ઓળખાય છે કે જે કારગિલ વિસ્તારને ખાલી કરવા માટે લડાયુ હતું. આપ સૌએ કારગિલ વિશે ઘણુ બધુ સાંભળ્યુ હશે. પરંતુ દેશ માટે પોતાની જાનની બાજી લગાડનારા સૈનિક પાસેથી સાંભળવાની વાત જ કંઈક અનોખી છે. તો આવો જાણીએ તેમની પાસે કારગિલ વિશેની વાતો...

પૂર્વ સૈનિક કૈલાશ ક્ષેત્રી

કારગિલ યુદ્ધને 20 વર્ષ પૂર્ણ થવાના છે.આ નિમિત્તે દેશ પોતાના વીર જવાનોને યાદ કરી રહ્યું છે. કારગિલની શૌર્ય ગાથા દેશના યુવાનોમાં આજે પણ જોશ ભરી દે છે. આવી જ એક કહાની છે ગોરખા રેજીમેન્ટમાં તૈનાત જવાન કૈલાશ ક્ષેત્રીની છે.જેમણે કારગિલ યુદ્ધ દરમિયાન હથિયારોના વિતરણની જવાબદારી આપવામાં આવી હતી. તો આવો સાંભળીએ તેમના પાસેથી જ તે દિવસની કહાની...

દેહરાદૂનના સેલાકુઇના રેહવાસી કૈલાશ ક્ષેત્રીની 1998માં જમ્મુ તથા કાશ્મીરના દરાજ સેક્ટરમાં પોસ્ટિંગ થયુ હતું.જ્યા તેમને હથિયારોના વિતરણ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. કૈલાશે યુદ્ધ વિશે જણાવ્યું કે, તે દરમિયાન દેશનું વાતાવરણ ખૂબ જ સંવેદનશીલ હતું. સેનાનો દરેક જવાન દેશ માટે કંઈ કરવા ઇચ્છતો હતો. જવાનો દેશ માટે પોતાના પ્રાણ પણ સમર્પણ કરવા માંગતા હતા.

1999ના કારગિલ યુદ્ધ દરમિયાન આ જ દિવસ હતો, ત્યારે બોર્ડર પર હુમલાની શરૂઆત કરનારા પાકિસ્તાનને ભારત પાસે ઝૂકવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. ભારતીય સેનાના જવાનોની વીરતા, સાહસ આગળ પાડોશી દેશની સેનાએ પોતાની હાર સ્વીકારી હતી.ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં કારગિલનું યુદ્ધ થયું હતું. આ યુદ્ધની શરૂઆત 8 મે, 1999ના રોજ જયારે પાકિસ્તાનના સૈનિકો અને કાશ્મીરી આતંકીઓને કારગિલના પહાડો પર જોવામાં આવ્યા હતા, ત્યારબાદ આ અંગેની માહિતી સેનાને મળી હતી.

ત્યારે કૈલાશ ક્ષેત્રીએ વધુમાં જણાવ્યું કે, દરાજ સેક્ટરમાં હથિયારોને પહોંચાડવું ખુબ જ ખતરનાક હતું, પરતું દેશના સેવા તેમના માટે પ્રથમ હતી. ભારતીય સેનાને જ્યારે હથિયારોની જરૂર પડતી ત્યારે તેઓ પર્વતોથી થઇને જવું પડતું અને તે વિસ્તાર પર પાકિસ્તાનનો કબ્જો હતો.

પાકિસ્તાન સતત પર્વતો પરથી ગોળબારી કરી રહ્યું હતુ અને બીજી બાજુ ખાડી હતી. જેથી ત્યા જવું ખૂબ જ ખતરનાક હતું અને જવામાં પણ મુશ્કેલીઓ પડતી હતી. પરતું ભારતીય સૈનિકોને હથિયારો પહોંચાડવું પણ મહત્વપૂર્ણ હતું. ત્યારે આ વિસ્તારમાં વાહનની લાઇટ બંધ કરીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. જેથી દુશ્મનોને કોઈ જાણ ન થાય.

કારગિલ યુદ્ધ દરમિયાન જવાનોમાં જોશને લઈ કૈલાશે જણાવ્યું હતું કે, ભારતીય સેનામાં જે જોશ હતો તે કોઇ પણ દુશ્મનને ખત્મ કરી દે તેવો હતો. જ્યારે આ યુદ્ધ ખત્મ થયું ત્યારે તમામ જવાનોમાં એક નવો ઉમંગ અને જોશ હતો. તો આ સાથે જ બધાની આંખોમાં ગજબ ચમક હતી. કારણ કે આ યુદ્ધમાં તેમણે પોતાના સાથીઓને પણ ગુમાવ્યા હતા. આ સાથએ જ તેમણે સરકારથી અપિલ કરી કે, સરકારે જે વાયદાઓ સૈનિકો માટે કર્યા છે તેને પૂર્ણ કરવા જોઈએ. જેથી જે નવા જવાનો દેશની રક્ષા માટે જોડાઈ રહ્યા છે તેમને નવો જોશ મળશે અને દેશના યુવાનોમાં સેનામાં જોડાવાની પ્રેરણા મળશે.

જણાવી દઈએ કે, ભારત માટે આ યુદ્ધને જીતવું ખુબ મુશ્કેલ હતું, કારણ કે સીમાની લગભગ તમામ ઉપરની પોસ્ટ પર પાકિસ્તાનની સેનાનો કબ્જો હતો. આ પરિસ્થિતિ બાદ પણ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આપ્યો હતો. કારગિલ સેક્ટરમાં ૧૯૯૯માં ભારતીય અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે લડાઈ શરુ થવાના કેટલાક સપ્તાહ પહેલા જ જનરલ પરવેજ મુશરફે એક હેલિકોપ્ટર દ્વારા LOC પાર કર્યું હતું અને ભારતીય સીમમાં 11 કિમી સુધી અંદર આવીને જિકરિયા મુસ્તકાર નામના સ્થાન પર રાત પણ વિતાવી હતી. 26 જુલાઈ, 1999ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનના સેના અને ઘૂષણખોરોને પરાસ્ત કર્યા બાદ યુદ્ધ સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય જવાનોએ કારગિલની ટોચ પર તિરંગો લહેરાવી પોતાની તાકાતનો પરચમ બતાવ્યો હતો.

Last Updated : Jul 22, 2019, 11:39 AM IST

ABOUT THE AUTHOR

...view details