ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જવાનોની સેવાનિવૃતિની ઉંમર વધી શકે છે: CDS બીપિન રાવત - age in army

સેનાના ત્રણ પાંખોના જવાનોની સેવાનિવૃતિની ઉમરને લઈ સીડીએસ બિપિન રાવતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ માટે સેનાની ત્રણેય પાંખો અભ્યાસ કરી રહી છે. જો આ સૂચનનો સ્વીકાર કરવામાં આવે તો જવાનોની રિટાયરમેન્ટની ઉંમર વધશે.

ETV BHARAT
ETV BHARAT

By

Published : Feb 5, 2020, 1:23 PM IST

નવી દિલ્હી: દેશના મુખ્ય સંરક્ષણ અધ્યક્ષ (સીડીએસ) બિપિન રાવતે કહ્યું કે, સશસ્ત્ર દળના જવાનોની પેન્શન માટે બજેટ ફાળવણીમાં થયેલા વધારાને સમર્થન આપી શકાય નહીં. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, સૈન્યના ત્રણેય વિભાગના સૈનિકોની નિવૃત્તિ વય 58 વર્ષ કરવાની વ્યાવહારિકતા તપાસવા માટે અભ્યાસ કરી રહ્યા છે. સેનામાં 2 શ્રેણી છે. અધિકારી અને જવાનની 54થી 58 વર્ષની ઉંમર વચ્ચે સેવાનિવૃતિ થઈ શકે છે.

CDSએ કહ્યું કે, અધિકારી 58 વર્ષની ઉંમર સુધી સંપૂર્ણ સુરક્ષિત રહે છે. આ ઉંમરે તેમના બાળકો પણ પગભર થઈ જાય છે. સમસ્યા જવાનો સાથે છે. જવાનો 18-19 વર્ષની ઉંમરમાં ભરતી કર્યા બાદ સેના તેમને 37-38 વર્ષમાં સેવાનિવૃતિ આપી દે છે.

રાવતે કહ્યું મને લાગે છે કે, સેનાના ત્રીજાના ભાગના જવાનો 58 વર્ષ સુધી સેવા આપી શકે છે. આજે તમે એક 38 વર્ષના જવાનને ઘરે મોકલી રહ્યા છો અને તે 70 વર્ષ સુધી જીવે છે. આ માટે 17 વર્ષની સેવા માટે 30-32 વર્ષ પેન્શન આપે છે. જેને 38 વર્ષની સેવા ન આપી અને ફરી તેને 20 વર્ષ સુધી પેન્શન આપવામાં આવે, અમે આ પ્રવૃતિને પલટાવી રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details