નવી દિલ્હીઃ CBSEએ ધોરણ 10નું પરીણામ જાહેર કર્યા બાદ ધોરણ 12ના પરીણામની તારીખ જાહેર કરી દીધી છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું હતું કે, CBSE દ્વારા કાલે ધોરણ 10નું પરીણામ જાહેર કરવામાં આવશે.
માનવ સંસાધન વિકાસ પ્રધાને ટ્વીટ કરતાં લખ્યું હતું કે, "વાહલા બાળકો, માતા-પિતા અને શિક્ષકોને જણાવવાનું કે, કાલે ધોરણ 10નું પરીણામ જાહેર કરવામાં આવશે. બધા બાળકોને Best of luck"
નોંધનીય છે કે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ ( CBSE)એ સોમવારે ધોરણ 12ની પરીક્ષાનું પરીણામ જાહેર કરવાની જાહેરાત કરી છે. જેમાં છોકરીઓની સરખામણીમાં છોકરાઓના 5.96 ટકા વધુ છે.
CBSEના જણાવ્યાનુસાર, આ વર્ષે, કુલ 88.78 ટકા વિદ્યાર્થીઓએ ધોરણમ12માં પાસ થયા છે, જ્યારે 2019 માં તેની ટકાવારી 83.40 ટકા હતી. એટલે કે, ગત વર્ષ કરતા આ વર્ષે 5.38 ટકા વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
આ વર્ષે છોકરીઓની પાસ થવાની ટકાવારી 92.15 હતી, જ્યારે છોકરાઓની ટકાવારી 86.19 હતી. ટ્રાન્સજેન્ડરની પાસિંગ ટકાવારી .6.6. 67 નોંધાઇ હતી.