નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ શૈક્ષણિક વર્ષ 2020-21 માટે 9થી 12ના વિદ્યાર્થીઓનો સુધારેલો અભ્યાસક્રમ બહાર પાડ્યો છે.
માનવ સંસાધન વિકાસપ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ દ્વારા સુધારેલા અભ્યાસક્રમની જાહેરાત કરી છે.
CBSEએ નવમા ધોરણથી 12 ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.
CBSE એ આ નિર્ણય કોરોના વાઇરસને લઇને ઉદભવેલી પરિસ્થિતીને કર્યો છે. જેથી વિદ્યાર્થીઓને ભણવામાં નુકસાન ન થાય અને કોવિડ-19 ને કારણે જે ભણવામાં ખોટ આવી છે, તેની ભરપાઈ થઇ શકે.
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસપ્રધાન રમેશ પોખરિયાલ કહે છે કે, વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ માટે વિદ્વાનો તરફથી સૂચનો આવતા હતા.
તેમણે જણાવ્યું હતું કે, આ અંગે 1.5 હજાર સૂચનો આવ્યા છે. ત્યારબાદ સીબીએસઇને સુધારેલા કોર્સનો સિલેબસ ઘટાડવાની સલાહ આપવામાં આવી હતી.