નવી દિલ્હી : કોરોના વાઈરસને લીધે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. તેવામાં 10માં અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષાને લઈ CBSEએ પરીક્ષા બાબતે સ્પષ્ટતા કરી છે. CBSEએ જણાવ્યું કે લોકડાઉન પુર્ણ થયા બાદ ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવશે.
લોકડાઉન પુર્ણ થયા બાદ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાશે : CBSE - ભારત લોકાડાઉન
કોરોના વાઈરસને લીધે શૈક્ષણિક, સામાજીક, કોર્પોરેટ સહિતના અનેક કામો અટવાયાં છે. આ વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ CBSEએ ટ્વિટ કરી માહિતી આપી છે કે લોકડાઉનનો સમયગાળો પુર્ણ થયા બાદ 29 વિષયોની પરીક્ષા લેવામાં આવશે.
![લોકડાઉન પુર્ણ થયા બાદ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાશે : CBSE Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6990000-1110-6990000-1588162739905.jpg)
cbse
બુધવારે CBSEએ ટ્વિટ પર માહિતી આપી કે લોકાડાઉનનો સમયગાળો પુર્ણ થયા બાદ ધોરણ 10 અને 12ની 29 વિષયોની બોર્ડ પરીક્ષા લેવામાં આવશે. આ સાથે CBSEએ પરીક્ષા રદની અટકળોને નકારી છે.
બોર્ડ પરીક્ષાઓને લઈ કેન્દ્રિય માનવ સંશાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલે જણાવ્યું કે ધોરણ 10 અને 12ના બોર્ડના બાકીના 83 પેપર્સમાંથી 29 વિષયોની પરીક્ષા લેવામાં આવશે. બાકીના વૈકલ્પિક વિષયોના માર્કસ વિદ્યાર્થીઓના ઈન્ટરનલ માર્કસના આધારે નક્કી કરવામાં આવશે.