નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયલ નિશંકે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.
CBSEએ જણાવ્યું કે, 12માં ધોરણની પરીક્ષામાં પાસ થનારી ટકાવારીમાં 5.38 ટકાનો વધારો થયો છે. કોવિડ -19 મહામારીના કારણે આ વર્ષે CBSEએ વર્ગ 12 ની પરીક્ષાની મેરિટ લિસ્ટ જાહેર નથી કરી.
CBSE ધોરણ-12નું પરિણામ જાહેર CBSEએ ધોરણ-12નું પરિણામ જાહેર કરી દીધું છે.જેથી માનવ સંસાધન પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું કે, CBSE બોર્ડ ધોરણ-12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમે આ પરિણામ http://cbseresults.nic.in પર જોઈ શકો છો. બધા લોકોની મહેનતથી પરિણામ જાહેર થયું છે. આ માટે તેમણે બધા અભિનંદન પણ પાઠવ્યા હતા.
CBSE ધોરણ-12નું પરિણામ જાહેર બોર્ડ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 88.78 ટકા વિદ્યાર્થીઓ ધોરણ-12 CBSEની પરીક્ષામાં પાસ થયા છે. આ વર્ષે પરીક્ષામાં ત્રિવેન્દ્રમ, બેંગલુરૂ અને ચેન્નઈ પ્રદર્શનના મામલામાં ટોપ ત્રણમાં રહ્યાં છે, આ વર્ષે જ્યાં દિલ્હી ઝોનમાં 94.61 ટકા પરિણામ આવ્યું છે, તો યુવતીઓના પરિણામની ટકાવારી 92.15 રહી છે. આ વર્ષે યુવતીઓએ યુવકો કરતા 5.96 ટકા સારૂ પ્રદર્શન કર્યું છે.
આ વખતે પાસ થનારની ટકાવારીમાં 5.38 ટકાનો વધારો થયો છે, જે મુજબ વર્ષ 2020 માં 12,03,595 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નોંધણી કરાવી હતી, જેમાંથી 11,92,961 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.આમાંથી, 10,59,080 વિદ્યાર્થીઓએ 88.78 ની ટકાવારી સાથે સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી છે. જો આપણે પ્રદેશ મુજબની વાત કરીએ તો ત્રિવેન્દ્રમની ટકાવારી 97.67 ટકા સાથે સૌથી વધુ હતી, જ્યારે દિલ્હી પશ્ચિમના 94.61 અને દિલ્હી પૂર્વમાં 94.24 ટકા પાસ છે. પટનામાં પાસ થનારની ટકાવારી સૌથી ઓછી 74.57 ટકા છે.
દેશમાં કોરોના વાઇરસના વધતા કેસને કારણે CBSEને બાકી રહેલી પરીક્ષા રદ્દ કરવી પડી હતી, પરંતુ CBSEએ કહ્યું કે, તે ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે એક વૈકલ્પિક પરીક્ષાનું આયોજન કરશે, જે પોતાના પરિણામમાં સુધાર કરવા ઈચ્છે છે. સ્થિતિ અનુકૂળ થવા પર વૈકલ્પિક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.