મહત્વનું છે કે, કોલ્લમની માનવિકી અને સામાજિક અધ્યન વિભાગની પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી હતી.
CBI કરશે IITની વિદ્યાર્થીના મોત મામલાની તપાસ, સરકારે આપ્યો આદેશ - Etv Bharat
ચૈન્નઇઃ કેન્દ્ર તરફથી આપવામાં આવેલા આદેશો અનુસાર તમિલનાડુ સરકારને કહેવામાં આવ્યું છે કે, આ મામલાની તપાસ CBIને સોંપવામાં આવે. જે બાદ તમિલનાડુ સરકારે મદ્રાસ વિદ્યાર્થીના મૃત્યુની તપાસ પોલીસે CBIને સોંપવાનું કહ્યું હતું.
CBI કરશે IITની વિદ્યાર્થીના મોત મામલાની તપાસ
આ ઘટના બાદ તમિલનાડુ પોલીસે તેના મૃત્યુની તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થીનીના માતા-પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી કે, તેમની પુત્રીને તેના પ્રોફેસર દ્વારા પરેશાન કરવામાં આવતી હતી, જેથી તેણીએ આત્મહત્યા કરી છે. શુક્રવારે મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયે એક જનહિત યાચિકા (ભારતના રાષ્ટ્રીય છાત્ર સંઘ દ્વારા દાખલ) જેમાં IIT મદ્રાસની વિદ્યાર્થીની ફાતિમા લતીફના મોતની CBI તપાસ કરે તેવી માગ કરવામાં આવી હતી.