ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હાથરસ કેસ: CBIને તપાસ સોંપવામાં આવી

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં દલિત યુવતી સાથે દુષ્કર્મ કેસમાં હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસ કરશે. CBIએ શનિવારે આ કેસની તપાસ શરૂ કરી છે.

CBIને તપાસ સોંપવામાં આવી
CBIને તપાસ સોંપવામાં આવી

By

Published : Oct 11, 2020, 1:15 AM IST

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં દલિત યુવતી સાથે દુષ્કર્મ કેસમાં હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસ કરશે. CBIએ શનિવારે આ કેસની તપાસ શરૂ કરી છે.

કેન્દ્ર સરકારે હાથરસ કેસમાં CBI તપાસ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. અધિકારીઓએ શનિવારે આ અંગે માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું કે, એજન્સી માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને FIR નોંધાયા બાદ ફોરેન્સિક નિષ્ણાતો સાથે તપાસ ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવશે.

આ ઘટના દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીનું 29 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આરોપ છે કે, ઉચ્ચ જાતિના 4 લોકોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકારે સામુહિક દુષ્કર્મ કેસ ઉપરાંત રાજકીય હિત, મીડિયાના એક વિભાગ દ્વારા પ્રચારની ઘટનાઓ, જાતિના ઘર્ષણ અને હિંસા માટે ભડકાવવાના કાવતરા માટેની FIRમાં પણ CBI તપાસની માગ કરી રહ્યું.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં દલિત યુવતી સાથે થયેલા દુષ્કર્મ કેસમાં ગત 3 ઓક્ટોબરે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે CBI તપાસની ભલામણ કરી હતી. CM યોગીએ આ અંગેની જાણકારી ટ્વીટ કરીને આપી હતી. CM યોદીએ CBI તપાસની ભલામણ એવા સમયે કરી હતી, જ્યારે વિરોધ પક્ષ દ્વારા આ કેસની તપાસ CBIને સોંપવાની માગ કરવામાં આવી રહી હતી.

CM યોગીએ 3 ઓક્ટોબરના રોજ ટ્વીટ કર્યું હતું

ગત 3 ઓક્ટોબરના રોજ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું હતું કે, હાથરસની દુર્ભાગ્યપૂર્ણ ઘટના અને તેની સાથે સંબંધિત તમામ મુદ્દાઓની સંપૂર્ણ તપાસના હેતુ માટે ઉત્તર પ્રદેશ સરકાર આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરવાની ભલામણ કરી રહી છે. આ ઘટના માટે જવાબદાર તમામ લોકોને કડક સજા આપવા માટે અમે કટિબદ્ધ છીંએ.

ABOUT THE AUTHOR

...view details