CBI શારદા ચીટ ફંડ મામલામાં રાજીવ કુમારને પુરાવા સંબધિત પૂછપરછ કરશે. અગાઉ જ્યારે CBIના અધિકારીઓ 3 ફેબ્રુઆરીએ રાજીવકુમારની પૂછપરછ કરવા માટે તેમના ઘરે પહોંચી હતી તો કોલકાતા પોલીસે CBIના અધિકારીઓની અટકાયત કરી હતી. બાદમાં તેમની છોડી દેવામાં આવ્યાં હતાં.
9 ફેબ્રુઆરીએ CBI રાજીવ કુમારની કરશે પૂછપરછ - Mamata Banerjee
નવી દિલ્હી: CBIએ કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ મોકલ્યો છે. CBI રાજીવ કુમારની 9 ફેબ્રુઆરીએ પૂછપરછ કરશે. તમને જણાવી દઈએ કે સૂપ્રીમ કોર્ટે રાજીવ કુમારને શિલોંગમાં 20 ફેબ્રુઆરી પહેલા હાજર થવાનો આદેશ આપ્યો હતો.
સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે, બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પોલીસ કમિશ્નરને બચાવવા ધરણાં પર બેસી ગયા હતા. મમતાએ મોદી સરકાર પર CBIનો દૂરપયોગ કરવાનો આરોપ લાગાવ્યો હતો.