બારના સભ્યોનું કહેવું હતું કે,કલ્યાણ સિંહ હવે રાજ્યપાલ પદથી સેવાનિવૃત થઇ ગયા છે. 9 સેપ્ટેમ્બરના રોજ CBIની વિષેશ કોર્ટે આ બાબતમાં કલ્યાણ સિંહને હાજર કરવાની માગ કરી હતી. કોર્ટે કહ્યુ હતું કે, કલ્યાણ સિંહ હવે બંધારણીય હોદ્દા પર નથી. જેથી તેમણે સમન્સ ઈશ્યુ કરાયું છે. 30મી મે 2017ના રોજ આ મામલે CBIની વિશેષ કોર્ટે લાલકૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર તથા વિષ્ણુ હરી ડાલમિયા પર કલમ 120B અંતર્ગત આરોપ લગાવ્યો હતો.
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ: પૂર્વ CM અને રાજ્યપાલ કલ્યાણસિંહને કોર્ટનું સમન્સ - લ્યાણ સિંહને સમન
લખનઉ: અયોધ્યાના બાબરી મસ્જિદ વિધ્વસં કેસમાં કોર્ટે 9 સેપ્ટમ્બરે CBIની વિશેષ કોર્ટે કલ્યાણ સિંહને 27 સપ્ટેમ્બરે આરોપી તરીકે હાજર રહેવા સમન્સ ઈશ્યુ કર્યુ છે. વિશેષ જજ સુરેન્દ્ર કુમાર યાદવે બારના સભ્યોને આ અંગે આદેશ આપ્યા છે. કલ્યાણસિંહ ઉત્તરપ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન તેમજ રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા છે.
પૂર્વ CM કલ્યાણ સિંહને સમન જાહેર કરાયું
CBIની તપાસ બાદ આ મામલે કુલ 49 આરોપીઓ વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કરાયુ હતું.જેમાંથી 16 આરોપીઓના મૃત્યું થઇ ગયા છે. આ કેસમાં 32 આરોપીઓ વિરૂદ્ધ સુનાવણી થઇ રહી છે .2017માં હાઇકોર્ટે આ કેસની સુનાવણી 2 વર્ષમાં પૂર્ણ કરવાના આદેશ આપ્યા હતા. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ થતાં 49 FIR દાખલ કરાઈ હતી.