શનિવારના રોજ CBIએ તપાસ માટે એક અઠવાડિયાનો સમય માગ્યો છે. તો કોર્ટે 26 ઓગસ્ટ સુધી કેસનો સ્ટેટસ રિપોર્ટ પૂરો કરવાનો આદેશ કર્યો છે. સુનાવણી દરમિયાન CBIએ કહ્યું હતું કે, "અમે ટૂંક સમયમાં જ તપાસની તમામ માહિતી રજૂ કરીશું." ત્યારે જવાબમાં કોર્ટ ઠપકો આપતાં તપાસ વહેલી તકે પૂરી કરવા જણાવ્યું હતું.
ઉન્નાવ રેપ કેસમાં તપાસ માટે CBIએ માગ્યો વધું સમય - Unnao rap case
નવી દિલ્હીઃ ઉન્નાવ રેપ કેસની સુનાવણી દરમિયાન શનિવારના રોજ CBIએ તપાસ માટે એક અઠવાડિયાનો સમય માગ્યો છે. ત્યારે કોર્ટે 26 ઓગસ્ટ સુધી કેસનો સ્ટેટસ રિપોર્ટ પૂરો કરવાનો આદેશ કર્યો છે.
ઉન્નાવ રેપ કેસમાં તપાસ માટે CBIએ માગ્યો સમય
કોર્ટ દ્વારા 16 ઓગસ્ટના રોજ ઔપચારિક રીતે ટ્રાયલ શરૂ કરાયો હતો. જેમાં કોર્ટે સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા. કોર્ટના આદેશ પ્રમાણે સાક્ષીઓના નિવેદન ઈન- કેમેરા નોંધાવામાં આવ્યા હતા. 14 ઓગસ્ટના રોજ આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર પોક્સો સહિતની કલમના ગુના નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આમ, છેલ્લા 16 મહિનાથી કેસની કાર્યવાહી લંબાઈ રહી છે. જેથી ફરિયાદી પક્ષે નિરાશા જોવા મળી રહી છે.