ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેપીસીસીના પ્રમુખ ડી.કે.શિવકુમારના ઘરે સીબીઆઈના દરોડા - શિવકુમારના ઘર પર CBIએ દરોડા

કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડી.કે.શિવકુમારના ઘર પર CBIએ દરોડા પાડી 5 અધિકારીઓની ટીમે પૂછપરછ કરી હતી.

કેપીસીસીના પ્રમુખ ડી.કે.શિવકુમારના ઘરે સીબીઆઈનો દરોડો
કેપીસીસીના પ્રમુખ ડી.કે.શિવકુમારના ઘરે સીબીઆઈનો દરોડો

By

Published : Oct 5, 2020, 10:50 AM IST

બેંગ્લુરુ: કેપીસીસીના પ્રમુખ ડી.કે.શિવકુમારના ઘરે CBIએ દરોડો પાડી 5 અધિકારીઓની ટીમે પૂછપરછ કરી હતી. સદાશિવ નગર સ્થિત બેંગ્લુરુ ગ્રામીણ સાંસદ ડી.કે.સુરેશના ઘરે પણ સીબીઆઈ અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. અધિકારીઓએ ડી.કે.શિવકુમાર અને ડી.કે.સુરેશના ઘર પર એક સમયે દરોડો પાડ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે, ઇન્કમ ટેકસ વિભાગની ટેકસ ચોરીના આરોપની કાર્યવાહીના આધાર પર એક મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહ્યું છે. આ દરમિયાન તેને કેટલીક ઇનપુટ મળ્યા હતા. જે તેણે ગયા વર્ષે સીબીઆઈને મોકલી દીધા હતા.સીબીઆઇએ હવે આ ઇનપુટના આધારે નવો કેસ દાખલ કર્યો છે, જે અંતર્ગત ડી.કે.કુમારના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details