લખનઉમાં વિશેષ સીબીઆઈ અદાલતમાં પહેલા આરોપ પત્રમાં સીબીઆઈએ કુલદિપ સેંગર અને અન્ય આરોપીઓ વિરુદ્વ ગુનાહિત કાવતરુ રચવાનું અને ધમકી આપવા અંગેની કલમોના આધારે ગુનો દાખલ કરાયો હતો.
28મી જુલાઈએ ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં માર્ગ અકસ્માતમાં પીડિતા અને પરિવારજનોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં પીડિતાના પરિવારના બે સભ્યોના મોત થયા હતાં.
આ અંગે અધિકારીઓ જણાવ્યુ હતું કે, ટ્રક ચાલક આશીષકુમાર પાલ સામે અકસ્માત કરી મોત નીપજાવવા અને ગફલતભરી રીતે વાહન હંકારવા સબંધી કલમોના આધારે ગુનો નોંધાયો છે. તેની સામે ગુનાહિત ષડયંત્ર રચવાનો કોઈ આરોપ લાગ્યો નથી.
આ ઉપરાંત સીબીઆઈએ ઉત્તરપ્રદેશ સરકારના કેટલાક અધિકારી સામે ખાતાકીય તપાસ કરવાની ભલામણ કરી છે. પરંતુ, તેમની ઓળખ છતી નહીં થાય. કારણ કે, દુર્ઘટના સમયે ઉત્તરપ્રદેશ સરકારનો કોઈ સુરક્ષાકર્મી પીડિતા સાથે ન હતાં. આ સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.
ઘટનાના બે દિવસ પછી સીબીઆઈએ 30 જુલાઈએ કુલદિપ સેંગર, તેના ભાઈ મનોજસિંહ સેંગર, ઉત્તરપ્રદેશ સરકારના એક પ્રધાનનાં જમાઈ અરુણસિંહ તેમજ અન્ય સાત લોકો સામે ગુનો દાખલ કરાયો હતો.