નવી દિલ્હી: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એરસેલ-મેક્સિસ ડીલ કેસમાં તપાસ પૂર્ણ કરવા માટે CBI અને EDને 3 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. વિશેષ ન્યાયાધીશ અજય કુહરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી CBI અને EDને આ આદેશ આપ્યો છે. આ કેસમાં પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ આરોપી છે.
એરસેલ-મેક્સિસ ડીલ કેસમાં CBI અને EDને 3 નવેમ્બર સુધીનો સમય મળશે - પી.ચિદમ્બરમ
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એરસેલ-મેક્સિસ ડીલ કેસમાં તપાસ પૂર્ણ કરવા માટે CBI અને EDને 3 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. વિશેષ ન્યાયાધીશ અજય કુહરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી CBI અને EDને આ આદેશ આપ્યો છે. આ કેસમાં પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ આરોપી છે.
![એરસેલ-મેક્સિસ ડીલ કેસમાં CBI અને EDને 3 નવેમ્બર સુધીનો સમય મળશે CBI and ED get time till November 3 to investigate Aircel Maxis deal case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8296296-457-8296296-1596558302308.jpg)
સુનાવણી દરમિયાન CBI વતી SOG સંજય જૈન અને સોનિયા માથુર અને ED વતી એન.કે.માટા અને નીતેશ રાણાએ જણાવ્યું હતું કે, આ મામલાની તપાસ માટે અન્ય દેશોને મોકલવામાં આવેલા રિકવેસ્ટ લેટર હજુ બાકી છે. સીબીઆઈ અને ઇડી બંનેએ આ મામલાની તપાસ માટે વધુ સમય માંગ્યો હતો. ત્યારબાદ કોર્ટે 3 નવેમ્બર સુધીમાં તપાસ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગત 20 ફેબ્રુઆરીએ કોર્ટે સીબીઆઈ અને ઇડીને 4 મે સુધી તપાસ માટેનો સમય આપ્યો હતો. પરંતુ કોરોના સંકટને કારણે આ મામલે કોઈ સુનાવણી થઈ શકી નથી. સીબીઆઈ અને ઇડીએ 14 ફેબ્રુઆરીએ કેસની તપાસ સાથે સંબંધિત સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો.
5 સપ્ટેમ્બર 2019ના રોજ આ કેસની સુનાવણી કરતા તત્કાલીન ન્યાયાધીશ ઓ.પી. સૈનીએ, એરસેલ મેક્સિસ ડીલ કેસમાં પી.ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમને આગોતરા જામીન આપ્યા હતા. તે પછી 6 સપ્ટેમ્બર 2019ના રોજ ન્યાયાધીશ ઓપી સૈનીએ આ કેસની સુનાવણી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. 6 સપ્ટેમ્બર 2019ના રોજ આ કેસ ચાર્જશીટ પર દલીલોની સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. પરંતુ ઇડી અને સીબીઆઈ બંનેએ સુનાવણી મોકૂફ રાખી હતી. ઓક્ટોબર 2019ના પહેલા અઠવાડિયામાં સુનાવણી કરવાની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન, જ્યારે બંને તપાસ એજન્સીઓએ સુનાવણી મુલતવી રાખવાની માંગ કરી હતી, ત્યારે વિશેષ ન્યાયાધીશ ઓ.પી. સૈની ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે, તમે હંમેશા સુનાવણી મુલતવી રાખવાની માંગ કરો છો. જ્યારે તમારી તપાસ પૂર્ણ થઈ જાય, તો પછી કોર્ટનો સંપર્ક કરો. જ્યારે તમને અન્ય દેશોની વિનંતીનો પ્રતિસાદ મળે, ત્યારે કોર્ટને જાણ કરો. ન્યાયાધીશ ઓપી સૈનીએ 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ કેસમાં એ.રાજા અને કનિમોઝી સહિતના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.