ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશુગણતરી: દેશમાં વૈશાખનંદનની સંખ્યા ઘટી, ગાયો વધી - ભારતમાં ગધેડા ઘટ્યા

નવી દિલ્હી: દેશમાં ગાયોની સંખ્યામાં વધારો નોંધાયો છે. પશુગણતરીમાં ગાયોની સંખ્યામાં 18 ટકાનો વધારો થયો છે. જ્યારે ગધેડાની સંખ્યામાં 61 ટકાનો ઘટાડો નોંધાયો છે.આ જ રીતે ભેંસ, બકરી, બકરા અને ઘેટાની સંખ્યા પણ વધી છે. જ્યારે ભૂંડ, ઘોડા, ખચ્ચર અને ઊંટની સંખ્યા ઘટી છે. કેન્દ્રીય મત્સ્યપાલન અને ડેરી મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરેલી 20મી પશુગણતરીના રિપોર્ટ અનુસાર દેશમાં પશુધનની વસ્તીમાં 2012 પછી 4.6થી વધીને 35.75 કરોડ થઈ ગઈ છે.

Cattle census

By

Published : Oct 17, 2019, 2:15 PM IST

Updated : Oct 17, 2019, 7:32 PM IST

ગાયોની સંખ્યામાં 18 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે અને પશુગણતરીના તાજેતરના રિપોર્ટ અનુસાર દેશમાં ગાયોની સંખ્યા 14.51 કરોડ છે. જ્યારે ગૌધન(ગાય-બળદ)ની સંખ્યા 0.8 ટકાથી વધીને લગભગ 18.25 કરોડ થઈ છે. તો વળી ગૌ-જાતિય(ગાય, ભેંસ, બળદ, ઘેટા, યાક)ની સંખ્યા ગત પશુગણતરીની સરખામણીએ એક ટકાના વધારા સાથે 3.28 કરોડ થઈ ગઈ છે.

વિદેશી અથવા શંકર અને દેશી ઢોરની સંખ્યા ક્રમશ: 5.04 કરોડ અને 14.21 કરોડ થઈ છે. દેશી ગાયની સંખ્યા ગત પશુગણનાની સરખામણીએ 2019માં 10 ટકાનો વધારો નોંધાયો છે. વિદેશી અથવા શંકર ગૌધનન સંખ્યા ગત પશુગણતરીની સરખામણીએ આ વર્ષે 26.9 ટકા વધી છે.

જો કે, કુલ દેશી ગૌધનની સંખ્યામાં 6 ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર 2012-2019 દરમિયાન દેશી ગૌધનની સંખ્યામાં ઘટાડો દર્શાવ્યો છે. ગત પશુગણતરી 2007-12ની સરખામણીએ 9 ટકાનો ઘટાડો થયો છે.

દેશમાં ભેંસની સંખ્યામાં ગત પશુગણતરીની સરખામણીએ એક ટકાનો વધારા સાથે 10.98 કરોડ થઈ છે.

દૂધાળુ પશુઓ(ગાય અને ભેંસ)ની સંખ્યા 6 ટકાથી વધીને 12.53 કરોડ થઈ છે.

20મી પશુગણતરીના રિપોર્ટ અનુસાર દેશમાં બકરીની સંખ્યા ગત પશુગણતરીની સરખામણીએ 14.1 ટકાથી વધીને 7.43 કરોડ થઈ છે.

તો વળી બકરાની સંખ્યામાં 10.1 ટકાના વધારા સાથે લગભગ 14.89 કરોડ થઈ છે. જ્યારે ભૂંડની સંખ્યા 12.03 ટકામાં ઘટાડા સાથે 90.6 લાખ થઈ છે.

દેશમાં ઘોડા અને ખચ્ચરની સંખ્યા 45.6 ટકાથી ઘટીને 3.4 લાખ રહી છે. ખચ્ચરની કુલ સંખ્યા 57.1 ટકાથી ઘટીને 84000 થઈ છે. તો આ બાજુ ગધેડાની સંખ્યા ગત પશુગણતરીની સરખામણીએ 61.23 ટકાથી ઘટીને ફક્ત 1.2 લાખ રહી ગઈ છે.

ઊંટની સંખ્યા 37.1 ટકાથી ઘટીને ફક્ત 2.5 લાખ થઈ ગઈ છે.દેશમાં પોલ્ટ્રી એટલે કે, કુકડા-મુર્ગાની સંખ્યા 16.8 ટકાથી વધીને 85.18 કોરડ થઈ છે. બૈકયાર્ડ પોલ્ટ્રીની સંખ્યા 45.8 ટકાથી વધીને 31.70 કરોડ અને કોમર્શિયલ પોલ્ટ્રીની સંખ્યા 4.5 ટકાથી વધીને 53.47 કરોડ થઈ ગઈ છે.

દેશમાં કુલ પશુધનમાં બકરાની સંખ્યા 27.8 ટકા, બકરીની સંખ્યા 13.87 ટકા, ગૌધનની સંખ્યાની 35.94 અને ભેંસની સંખ્યા 20.45 ટકા છે.

Last Updated : Oct 17, 2019, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details