નવી દિલ્હી: દિલ્હીમાં આજે ફરી એક વ્યક્તિએ બાથરુમમાં આત્મહત્યા કરતા ચકચાર મચી છે. સાઉથ દિલ્હી ડીસીપી અતુલ ઠાકુરે જણાવ્યું કે, AIIMS (All India Institute Of Medical Science)ના ટ્રામા સેન્ટરના બાથરુમમાં મધ્ય પ્રદેશનો રહેવાસીએ આત્મહત્યા કરી છે.
દિલ્હીની AIIMS હોસ્પિટલમાં વધુ એક આત્મહત્યાની ઘટના - All India Institute Of Medical Science
દેશની સૌથી મોટી હોસ્પિટલ દિલ્હી AIIMSમાં આત્મહત્યા બંધ થવાનું નામ લઈ રહી નથી. હજુ કેટલાક દિવસો પહેલા એક પત્રકારે અને એક ડૉકટરે આત્મહત્યા કરી હતી. આજે ફરી એક વ્યક્તિએ બાથરુમમાં આત્મહત્યા કરતા ચકચાર મચી છે.

સમગ્ર ઘટનાની જાણ થતા દિલ્હી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વ્યક્તિને સારવાર અર્થ ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં મધ્યપ્રદેશનો રહેવાસી રાજમણિ પટેલનું મોત થયું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યો છે.
મૃતક વ્યક્તિ નામ રાજમણિ પટેલ છે. જે મધ્યપ્રદેશના સતના જિલ્લાનો રહેવાસી છે. તપાસ દરમિયાન મૃતક એઇમ્સ હોસ્પિટલમાં આંખની સર્જરી કરાવવા આવ્યો હતો. 15 જુલાઈના તેમને સારવાર અર્થે એઇમ્સના ટ્રામા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી નથી. સમગ્ર ઘટનાની તપાસ દિલ્હી પોલીસ કરી રહી છે.