- મહેબૂબા મુફ્તી વિરુદ્ધ કેસ દાખલ
- રાષ્ટ્રધ્વજના અપમાન બદલ જૌનપુરની કોર્ટમાં કેસ દાખલ
ઉત્તરપ્રદેશ: ગત 23 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ એક પત્રકાર પરિષદમાં નિવેદન આપ્યું હતું કે તેઓ કલમ 370 ની પુન:સ્થાપનાની લડત ચાલુ રાખશે. તેઓ આજના ભારત સાથે સહજ નથી. "અમારો ધ્વજ લૂંટાયો છે. તે હજી સુધી પાછો મળ્યો નથી, હું બીજો કોઈ ધ્વજ ઉઠાવીશ નહીં."
શું છે સમગ્ર મામલો?
કેસ દાખલ કરનાર વકીલ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મીડિયા દ્વારા મને મહેબૂબા મુફ્તીના આ ભડકાઉ, રાજદ્રોહાત્મક નિવેદનની માહિતી મળી. આ નિવેદને અમને ભારે માનસિક તકલીફ આપી છે તેમજ અપમાન અને અસંતોષ પેદા કર્યો છે. આ નિવેદન માટે તેમણે માફી પણ માંગી નથી. દેશને નબળો પાડવાનો, કાયદા દ્વારા સ્થાપિત સરકાર પ્રત્યે તિરસ્કાર, અપમાન, દ્વેષ તેમજ વિવિધ વર્ગમાં શત્રુતા, અણબનાવ, નફરત ભડકાવવાનો પ્રયાસ કર્યો છે જે દેશદ્રોહની શ્રેણીમાં આવેે છે. તેમણે ભારત દેશનું ગૌરવ એવા રાષ્ટ્રધ્વજ વિશે અપમાનજનક ટિપ્પણી કરી છે. વકીલે કોર્ટને દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ જાળવવા માટે મહેબૂબા મુફ્તી વિરુદ્ધ કેસ દાખલ કરવાની માગણી કરી છે.