(ઉત્તરપ્રદેશ )મિરઝાપુરઃ કેટલાંક ઈન્ટરનેશલ ફેર રદ થવાના કારણે લાખો ડોલરનું નુકસાન થવાના કરાણે કાર્પેટનો કારોબાર ઠપ્પ થઈ ગયો છે. વિદેશી ખરીદારો સુધી પણ તેઓ ઓર્ડર પહોંચાડી શકતા નથી. જેના કારણે કરોડો રૂપિયાના કાર્પેટ ગોડાઉનમાં પડી રહ્યાં છે. જો ઓર્ડર ઈન હેન્ડ પણ રદ થશે તો વેપારીઓમાં મોટપાયે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. તો બીજી તરફ નવું કામ ન મળતા કાર્પેટ તૈયાર કરી રોજગાર મેળવાતા કર્માચરીઓને પણ ગુજરાન ચલાવવામાં ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે.
દુનિયાભરમાં પ્રખ્યાત મિરઝાપુરના કર્પેટની દેશ-વિદેશમાં નિકાસ થતી હતી. પરંતુ કોરોના મહામારીના કારણે લાખો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. તેમજ ગોડાઉનમાં પડેલો લાખો રૂપિયાનો ઓર્ડર પહોચાડી શકાયો નથી. મિર્ઝાપુરના કાર્પેટ અમેરિકા, દુંબઈ અને અરબ સહિત યૂરોપના દેશોમાં વેચાતા હતા.
આજે તેનું મુખ્ય બજાર યુ.એસ, યુરોપ અને યૂકે છે. મિરઝાપુરના કાર્પેટનો ધંધો સૌથી વધુ અમેરિકામાં ફેલાયેલો છે. જે કોરોના વાઈરસના કારણે ઠપ્પ થઈ જતા આવક બંધ થઈ ગઈ છે. તો અન્ય ઓર્ડર રદ કરવામાં આવી રહ્યાં છે. જેની અસર મજૂરથી માંડીને કાર્પેટ ઉદ્યોગપતિઓને થઈ છે.