રવિવારે હરિયાણાનાં 5 યુવકો શિમલા ફરવા આવ્યા હતા. તેમનો આ શિમલા પ્રવાસ જીવનો અંતિમ પ્રવાસ બની ગયો હતો. મળતી માહિતી મુજબ સોલનના કંડાઘાટમાં કાર લઈ આ યુવકે પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા તમની કાર 300 ફુટ ઊંડી ખાઈમાં પડી હતી. જેમાં 5 લોકોના મોત નિપજ્યા હતા.
હરિયાણા પાસિંગની કાર સોલન જિલ્લાના કાંડાઘાટ સ્થિત દેધગરાટ નજીક કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જે કાર આશરે 300 ફૂટ ઉંડા ખાડામાં પડી ગઈ હતી, જેમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. કારમાં ફક્ત પાંચ લોકો હતા, જે તમામ પાંચેય લોકો હરિયાણાના હતા. પોલીસ અકસ્માતની માહિતી મળતા ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસે મૃતદેહોનો કબજો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.