સિવાના (રાજસ્થાન): કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન સમદડીથી સિવાના તરફ આવી રહ્યા હતા, ત્યારે તેમની ગાડી રસ્તાની બાજુમાં ઉભેલા ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઇ હતી અને અકસ્માત સર્જાયો હતો. તેમની સાથે જ સિવાનાના ધારાસભ્ય હમીરસિંહ ભાયલ પણ કારમાં સવાર હતા. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની નોંધાઇ નથી. પરતું કારમાં સવાર 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સિવાના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન કૈલાસ ચૌધરીની કારને નડ્યો અકસ્માત, 2 લોકો ઇજાગ્રસ્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજી ટર્મના 1 વર્ષ પૂરા થયા બાદ ભાજપ દ્વારા આયોજિત આત્મનિર્ભર ભારત કાર્યક્રમની શરૂઆત મંગળવારે કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન કૈલાસ ચૌધરીએ કરી હતી, જેનો પ્રથમ કાર્યક્રમ સિવાનામાં યોજાયો હતો.
કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન કૈલાસ ચૌધરીની ગાડીને નળ્યો અકસ્માત, ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત
પ્રધાન કૈલાશ ચૌધરીની કારમાંં સવાર બાલોતરા જિલ્લાના ભાજપ સંયોજક ભવાનીસિંહ ટાપરા તથા ટ્રાઇવરને ગંભાર ઇજા થઇ છે. ઘટના બાદ ઇજાગ્રસ્ત લોકોને સિવાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.