જયપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થવાથી ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન કૈલાસ ચૌધરીએ મંગળવારે આત્મનિર્ભર ભારત અભિયાનના બૂથ લેવલના કાર્યક્રમની શરૂઆત રાજસ્થાનના સીવાનાથી કરી હતી. જેનો પ્રથમ કાર્યક્રમ મંગળવારે સમદરીમાં યોજાયો હતો.
રાજસ્થાન: કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન કૈલાસ ચૌધરીની કારનો અકસ્માત, 2 ઈજાગ્રસ્ત - વડાપ્રધાન નરેન્દ્ર મોદી
કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન કૈલાસ ચૌધરી મંગળવારે બાડમેરથી સીવાનાની પ્રવાસ પર હતા. આ દરમિયાન તેમની કારનો અકસ્માત થયો હતો. જેથી કરમાં સવાર 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે આ ઘટનામાં પ્રધાન કૈલાસ ચૌધરી સુરક્ષિત છે.
![રાજસ્થાન: કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન કૈલાસ ચૌધરીની કારનો અકસ્માત, 2 ઈજાગ્રસ્ત ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7550619-thumbnail-3x2-m.jpg)
રાજસ્થાન: કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન કૈલાસ ચૌધરીના કારનો અકસ્માત, 2 ઈજાગ્રસ્ત
કાર્યક્રમને લઇને કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન સમદરીથી સીવાના તરફ આવી રહ્યા હતા, ત્યારે તેમની ગાડીએ સંતુલન ગુમાવ્યું હતું. જેથી તેમની કાર રસ્તા પરના ઇલેક્ટ્રિક થાંભલા સાથે ટકરાઈ હતી. ગાડી ટકરાવવાથી ગાડીમાં સવાર 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટ ખસેડવામાં આવ્યા છે.
Last Updated : Jun 10, 2020, 6:57 AM IST