નવી દિલ્હીઃ 71માં પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાયેલી પરેડમાં ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. રાજપથની પરેડમાં પહેલીવાર કોઈ મહિલા સૈનિકે પુરુષ ટુકડીનું નેતૃત્વ કર્યુ હતું. આ ગૌરવશાળી મહિલાનું નામ તાન્યા શેરગિલ છે. જે થલસેનાની કેપ્ટન છે.
71 પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં પ્રથમવાર કોઇ મહિલા જવાને કર્યુ પુરુષ ગૃપનું નેતૃત્વ - 71st Republic Day
આજે 71મો પ્રજાસત્તાક દિવસ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વિશેષ પરેડ યોજાઈ હતી. જેમાં સૌ કોઈની નજર ગૃપનું નેતૃત્વ કરનાર મહિલા જવાન પર હતી. સૈન્ય ક્ષેત્રના ઈતિહાસમાં પહેલીવાર પરેડમાં કોઈ મહિલા સૈનિકે પુરુષ ગૃપનું નેતૃત્વ કર્યુ છે. કોણ છે આ મહિલા જવાન જાણવા વાંચો વિશેષ અહેવાલ...
army-day
થલસેનાની સિગ્નલ કોર પર તૈનાત તાન્યા શેરગિલથી આજે સૌ કોઈ પરિચિત છે. કારણ કે, સૈન્ય ક્ષેત્રના ઇતિહાસમાં પુરુષ ગૃપનું નેતૃત્વ કરનાર આ પહેલી મહિલા અધિકારી છે.
આ અંગે વાત કરતાં તાન્યાએ કહ્યું હતું કે, જ્યારે તમે વર્દી પહેરો છો ત્યારે સ્ત્રી-પુરુષ, હિન્દુ-મુસલમાન કે પછી પંજાબી કે મરાઠી નથી હોતા, ત્યારે ફક્ત એક સૈનિક હોય છે. જે પોતાના દેશ માટે પોતાનો જીવ ન્યોછાર કરવા હંમેશા તૈનાત રહે છે.