નોઈડા: ગ્રેટર નોઈડાનું એક ગામ ચર્ચામાં છે. અગહપુર ગામના કેપ્ટનની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. તેમનું કામ જાણીને તમને પણ ગર્વ થશે. કેપ્ટન રાજેશ કુમાર ગુર્જરે ભારતમાં ફસાયેલા વિદેશીઓને તેમના ઘર સુધી પહોંયાડ્યા છે. કોરોનાના સંકટના સમયમાં કોઈ પણ પાઈલોટ વિદેશ જવા તૈયાર નહતો.
વિદેશી નાગરિકો માટે "સંકટમોચક" બન્યા ભારતીય પાયલોટ રાજેશ કુમાર ગુર્જર
ગ્રેટર નોઈડાનું એક ગામ ચર્ચામાં છે. અગહપુર ગામના કેપ્ટનની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. તેમનું કામ જાણીને તમને પણ ગર્વ થશે. કેપ્ટન રાજેશ કુમાર ગુર્જરે ભારતમાં ફસાયેલા વિદેશીઓને તેમના ઘર સુધી પહોંયાડ્યા છે. કોરોના સંકટના સમયમાં કોઈ પણ પાઈલોટ વિદેશ જવા તૈયાર ન્હતો.
વૈશ્વિક મહામારી કોરોનાને લીધે ઘણાં વિદેશી ભારતમાં ફસાયેલા હતા. સરકારે તેમને ક્વૉરન્ટીનમાં મોકલ્યા હતા. જ્યારે આ લોકોનો ક્વૉરન્ટીન પીરિયડ પૂર્ણ થયો ત્યારે સરકારે આ વિદેશીઓને તેમના વતન પરત મોકલવાનું નક્કી કર્યું. આ વિશે સરકારે બધા પાઈલોટના સલાહ સૂચન લીધાં. કોઈ પણ પાઈલોટ આ મહામારીના સમયમાં લંડન જવા તૈયાર ન્હતો. આ વિકટ સમયમાં કેપ્ટન રાજેશ કુમાર તૈયાર થયાં. કેપ્ટન રાજેશ કુમાર વિદેશી નાગરિકોને સુરક્ષિત તેમના વતન પરત મૂકીને ભારત પણ પાછા આવી ગયાં છે.
કેપ્ટન રાજેશ કુમારે 17 કલાક આરામ લીધા વગર સતત ઉડાન કરી છે. લંડન જવા માટે પહેલા તેમણે 230 યાત્રી અમૃતસરથી લીધા અને 70 યાત્રી દિલ્હીથી લીધા.