ગુજરાત

gujarat

By

Published : Jun 14, 2020, 6:58 AM IST

ETV Bharat / bharat

શું આપણે ચીન પર વધુ પડતી નિર્ભરતામાંથી બહાર નીકળી શકીશું?

સોશિયલ મીડિયા ચીની ઉત્પાદનોના બહિષ્કારની હાકલ કરતું રહ્યું છે, આમ કરવું એ ખુદ ભારતના જીડીપી માટે હાનિકારક હોઈ શકે, કેમ કે નાગરિકોને અન્ય દેશોમાંથી વધારે કિંમતે માલ ખરીદવો પડશે. વળી, ભારતની નિકાસનો મોટો હિસ્સો ચીનને છે. જો ભારત ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરે તો તે બંધ થઈ શકે છે.

over-reliance on China
over-reliance on China

ચીનનાં ઉત્પાદનોના બહિષ્કારનું આહ્વાન

ચીનનાં ઉત્પાદનોના બહિષ્કાર કરવાની માગણી હાલમાં સૉશિયલ મિડિયામાં ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે. ચીનના માલ-સામાન પર પ્રતિબંધ મૂકવા વિશે લાંબા સમયથી ચર્ચાઓ થતી આવી છે પરંતુ કૉવિડ-૧૯ આવ્યા પછી આ માગણી તેના શિખરે પહોંચી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'વૉકલ ફૉર લૉકલ' અભિયાને ભારતીયોને ઘર આંગણે બનેલાં ઉત્પાદનો વાપરવા પ્રોત્સાહિત કર્યા છે. "આ સંજોગોમાં કોઈ ચીનનાં ઉત્પાદનો ખરીદવા ઈચ્છતું નથી.

ભારતીય ઉદ્યોગોએ આ તકનો લાભ ઉઠાવવો જોઈએ" તેમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું. મજૂર સંઘોએ પણ ભારપૂર્વક કહ્યું છે કે તેઓ ચીનમાં મેન્યુફૅક્ચર થતાં ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવા આયાતકારો પર દબાણ લાવશે. ભારતીય બજારોમાં કીડિયારાની જેમ ઉભરાતા ચીની માલસામાનની ઘટના કંઈ નવી નથી. બજારમાં ઘૂસણખોરી વર્ષોથી થતી આવી છે તેમ છતાં તેણે છેલ્લાં પાંચ વર્ષમાં જોર પકડ્યું છે.

ભારતમાં ટોચના પાંચ સ્માર્ટફૉન પૈકી ચાર ચીનના છે. હકીકતે, આ ચાર કંપનીઓ વર્ષ ૨૦૨૦ના પહેલા ત્રિમાસની અંદર સ્માર્ટફૉનના વેચાણમાં 73 ટકા હિસ્સો ધરાવે છે. કૉન્ફિડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રૅડર્સ (કેઇટ)એ ભારતમાં મેન્યુફૅક્ચર થતી ચીજોને પ્રોત્સાહન આપવા અને ચીનમાં તૈયાર થયેલા સામાનનો વપરાશ ઘટાડવા એક અભિયાન હાથ ધર્યું છે. કેઇટના રાષ્ટ્રીય મહા મંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે ફેડરેશન 10000 વેપારી સંઘોને ચીનના માલસામાનની આયાત અટકાવી દેવા માટે અપીલ કરવા જઈ રહ્યું છે.

ઇ-કૉમર્સ માટે BAU!

પ્રતિબંધ પર આટલી બધી ચર્ચા છે ત્યારે ચીનનાં ઉત્પાદનો ઇ-કૉમર્સના ક્ષેત્ર પર હાવી થવાનું ચાલુ છે. એમેઝૉન અને ફ્લિપકાર્ટે પુષ્ટિ કરી છે કે શિયોમી, રિયલમી, ઑપ્પો અને વિવો જેવી ચીનની સ્માર્ટ ફૉન બ્રાન્ડ માટેની માગણીને કોઈ અસર થઈ નથી. ચીનનાં ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો અર્થ એ નથી કે ચીનમાં બનેલા સ્માર્ટફૉન કે ટૂથબ્રશનો બહિષ્કાર કરવો. દેશે મૂળ વેપારથી આગળ પ્રગતિ કરી છે. શિયોમી (એમઆઈ ક્રેડિટ) અને ઑપ્પો (ઑપ્પો કેશ)એ ઑનલાઇન ધિરાણ સેવા શરૂ કરી છે.

અંગત ધિરાણ કાર્યક્રમો દ્વારા ભારતમાં રૂ. 50,000 કરોડનું ધિરાણ આપવાનો ઉદ્દેશ્ય છે. રૂ. 7,500 કરોડની કિંમતના 30 ટોચનાં સ્ટાર્ટઅપ પૈકી 18ને ચીનના રોકાણકારો ભંડોળ આપે છે. ચીનની કંપનીઓએ ટૅક આધારિત ભારતીય સ્ટાર્ટઅપમાં રૂ. 3.2 લાખ કરોડનું મૂડીરોકાણ કર્યું છે. ચીનના ટૅક્ વિશાળ અલીબાબા જૂથે સ્નેપડીલમાં રૂ. 5284 કરોડનું, પેટીએમમાં રૂ. ૩,૦૧૯ કરોડનું અને બિગબાસ્કેટમાં રૂ.1887 કરોડનું મૂડીરોકાણ કર્યું છે. ચીનની અન્ય બહુરાષ્ટ્રીય કંપની ટેન્સેન્ટ હૉલ્ડિંગ્સ લિ.એ ઑલા અન ઝૉમેટો બંનેમાં રૂ.1509 કરોડનું મૂડીરોકાણ કર્યું છે. આ તમામ કંપનીઓએ ભારતમાં લાખો લોકોને રોજગારી આપી છે. આર્થિક બાબતોના નિષ્ણાતો માને છે કે ભારતીય બજારમાં ચીનનો હસ્તક્ષેપ રોકવા માટે ચીનનાં મૂડીરોકાણોને અટકાવવા જોઈએ.

વૈકલ્પિક અભિગમ

લદ્દાખ સ્થિત સોનમ વાંગ્ચુક, જે શોધકર્તા અને શૈક્ષણિક સુધારાવાદી છે, તેમણે ચીનમાં બનાવાયેલ વસ્તુઓના બહિષ્કારનું આહ્વાન કર્યું છે. તેમણે સૂચન કર્યું છે કે એક સપ્તાહમાં ચીનના સૉફ્ટવેર અથવા ઍપથી છૂટકારો મેળવી લેવો જોઈએ, એક વર્ષમાં ચીનમાં બનેલા હાર્ડવૅર, બિનજરૂરી સ્માર્ટ ફૉન અથવા લૅપટોપથી અને કેટલાંક વર્ષોમાં જરૂરી ચીજોથી છૂટકારો મેળવી લેવો જોઈએ. ગ્રાહકો ચીનનાં ઉત્પાદનો તરફ તેમનાં સસ્તા ભાવના કારણે વળે છે. ભાવની બાબતમાં સ્પર્ધા કરવા ભારતીય સરકારે ઘરેલુ કંપનીઓને કર પ્રોત્સાહનો અને સબસિડી આપવી જોઈએ.

ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આત્મનિર્ભર ભારત જેવી પહેલોનો સફળ અમલ થવો જોઈએ. જો તેમ નહીં થાય તો ચીનનાં ઉત્પાદનોનો બહિષ્કાર એ અવ્યવહારુ ઉદ્દેશ્ય રહી જશે. વૈશ્વિકરણ અને આર્થિક ઉદારવાદના યુગમાં એક દેશમાં મેન્યુફૅક્ચર થયેલાં ઉત્પાદનો વિશ્વમાં ગમે ત્યાં વેચી શકાય છે. ભારતની આયાતો પૈકી માત્ર ત્રણ ટકા આયાત જ ચીનથી થાય છે પરંતુ ભારતની નિકાસમાં તે ૫.૭ ટકાનો ફાળો આપે છે. વર્ષ 2019માં ભારતે ચીનને રૂ. 1.28 લાખ કરોડના માલસામાનની નિકાસ કરી હતી. આ નિકાસમાં આભૂષણો, કાચું લોખંડ અને કપાસનો સમાવેશ થાય છે. જો આપણે ચીનનાં ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકીશું તો ચીન પણ ભારતીય ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકશે. તે ભારતના અર્થતંત્ર પર મોટો ફટકો હશે.

દવાઓ માટે સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકોનો બે તૃત્તીયાંશ હિસ્સો ચીન દ્વારા ભારતમાંથી આયાત કરાય છે. જો આપણે ચીનનાં ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકીશું તો ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ખૂબ જ મોટો ફટકો પડશે. વર્ષ 2018માં, ભારતીય-ચીન સંયુક્ત આર્થિક જૂથ દિલ્હીમાં વેપાર અસંતુલનનો મુદ્દો ચર્ચવા માટે મળ્યું હતું. કેન્દ્રીય સરકારે કહ્યું છે કે બંને રાષ્ટ્રો દ્વિપક્ષીય વેપાર વધુ વધારવા માટે સંમત થયા છે. આવી જટિલતાઓ વચ્ચે, સૉશિયલ મિડિયા પર જે રીતે દાવો કરાય છે તેમ ચીનનાં ઉત્પાદનોનો બહિષ્કાર કરવો એ સરળ કામ નથી.

ભૂતકાળના નિષ્ફળ પ્રયાસો

ભૂતકાળમાં, વિવિધ દેશોએ વિદેશી ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવા નિષ્ફળ પ્રાસો કરી જોયા હતા. 1930માં ચીને જાપાનનાં ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો હતો. વર્ષ 2003માં અમેરિકાએ ફ્રાન્સનાં ઉત્પાદનોનો બહિષ્કાર કરવા પ્રયાસ કરી જોયો હતો. બંને કિસ્સાઓમાં, આવા પ્રયાસો નિષ્ફળ ગયા હતા. માત્ર સ્માર્ટફૉન કે લેપટૉપ જ નહીં, ચીન અનેક ઇલેક્ટ્રૉનિક માલ-સામાનમાં વપરાતા અનેક જરૂરી ઘટકોનું પણ વિનિર્માણ કરે છે.

ચીનનાં માલસામાન સસ્તાં હોય છે તેની પાછળ સસ્તા શ્રમ અને વધુ સારાં વેપાર પ્રોત્સાહનો કારણરૂપ છે. આ કારણથી, વિશ્વમાં અનેક દેશો ચીનમાંથી કાચી સામગ્રી અને ઘટકોની આયાત કરે છે. આ સંજોગોમાં, ચીનના ઉત્પાદનને અને ચીન સિવાયના ઉત્પાદનને ઓળખવાં અશક્ય બની જાય છે. જો આપણે ચીનનાં ઉત્પાદનોનો બહિષ્કાર કરીને ચીનના નફામાં ગાબડું પાડવા પ્રયાસ કરીશું તો આપણે અનેક જરૂરી ચીજોને જતી કરવી પડશે. નહીં તો, આપણે અન્ય દેશોમાં એકત્ર કરાતી આ ચીજો વધુ ભાવે ખરીદવી પડશે જે અંતે આપણા જીડીપી પર અસર કરશે. આપણે ઉત્પાદનો વધુ સસ્તા ભાવે ઉત્પાદિત કરતું સ્વનિર્ભર અર્થતંત્ર જેટલી જલદી બનીશું તેટલો સરળ આપણો 'વૉકલ ફૉર લૉકલ' પર જવાનો માર્ગ હશે.

ABOUT THE AUTHOR

...view details