રિલાયન્સ જિયોએ બુધવારે જાહેરાત કરી હતી કે, તે બીજા ફોન નેટવર્ક પર કોલ કરવા પર 6 પૈસા પ્રતિ મિનીટનો ચાર્જ વસુલશે. તે ઉપરાંત કંપની તેના વળતરમાં તેને સરખા મુલ્યવાળો મફ્ત ડેટા આપશે.
હવે જિયોથી અન્ય ફોન નેટવર્કને કોલ કરવા પર લાગશે 6 પૈસા/મિનીટ કંપનીના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી કંપનીને પોતાના વપરાશકર્તાઓ દ્વારા કોઇ અન્ય નેટવર્ક પર ફોન કરવા માટે શુલ્ક ભોગવવો પડશે, ત્યાં સુધી વપરાશકર્તાને આ શુલ્ક ચૂકવવો પડશે.
હવે જિયોથી અન્ય ફોન નેટવર્કને કોલ કરવા પર લાગશે 6 પૈસા/મિનીટ વધુમાં કંપનીએ જણાવ્યું કે, જિયોના ફોન અથવા લેન્ડલાઇન પર કોલ કરવા પર ચાર્જ લેવામાં આવશે નહીં. તમામ નેટવર્કના ઇનકમિંગ ફોન પણ નિઃશુલ્ક હશે.
ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI)એ ઇન્ટરકનેક્ટ પ્રયોગ શુલ્ક (IUC)ને 2017માં 14 પૈસા ઘટાડીને છ પૈસા પ્રતિ મિનીટ કરવામાં આવ્યો હતો. ટ્રાઇએ કહ્યું કે, જાન્યુઆરી, 2020 સુધીમાં તેને સમાપ્ત કરવામાં આવશે. હવે ટ્રાઇએ તેના વિશે કન્સલ્ટેશન પેપર જાહેર કર્યું છે.
કંપની પહેલીવાર વપરાશકર્તાઓ પાસેથી કોલનો ચાર્જ વસુલ કરવા જઇ રહી છે. અત્યાર સુધી જિયોના વપરાશકર્તાઓને માત્ર ડેટાનો ચાર્જ આપવો પડતો હતો.
જિયોએ વધુમાં કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં જિયોએ અન્ય ઓપરેટરો જેવા કે, એરટેઇલ, વોડાફોન અને આઇડિયાને આશરે 13,500 કરોડ જેટલા IUC ચાર્જ ચૂકવ્યા છે.