હૈદરાબાદ : કન્ઝ્યુમર અફેર્સ, ફુડ અને પબ્લિક ડીસ્ટ્રીબ્યુશન મિનિસ્ટરે સત્તાવાર રીતે આંકડો જાહેર કરતા કહ્યું છે કે ભારતમાં 53 મિલિયન ટન અનાજનો જથ્થાનો ઓર્ડર છે. જેમાં 30 મિલિયન ચોખા છે, જ્યારે બાકીના ઘઉં છે. બફર સ્ટોકના નોર્મ્સ કરતા તે ઘણું વધારે છે. જેને આપણે જાળવવાની જરૂર છે. જેમ કે 7.6 મીલિયન ટન ચોખા અને 13.8 મીલિયન ટન ઘઉં છે. એક હકીકત એ પણ છે કે, ભારતમાં ભૂખમરાથી પીડાતા લોકોની સંખ્યા 200 મીલિયન એટલે કે 20 કરોડ છે. આહારને લઈને લાંબા સમયથી ચાલતી આ પરીસ્થીતિનો ક્યારેય અંત આવતો નથી. જે જથ્થો ગરીબો પાસે હોવો જોઈએ એ જથ્થો વેરહાઉસમાં હોય છે. અને હવે મોટા પ્રમાણમાં રવિ પાકનો જથ્થો તૈયાર છે. 2019-20ના તારણો પ્રમાણે ભારતમાં કુલ 292 મીલિયન ટન અનાજ પેદા થયું હતુ જે પાછલા વર્ષની સરખામણીએ 6.74 મીલિયન ટન વધુ હતુ.
હાલ આપણે ભૂખમરા અને Covid-19ની મહામારી બંન્નેનો સામનો કરવાનો છે. ખાસ કરીને હીજરત કરી રહેલા ગરીબો માટે આ એક મોટો પડકાર છે. તેમ છતા જો આપણે કર્મચારીઓને અને આપણી જાહેર સેવાઓને યોગ્ય રીતે ગોઠવી શકીએ તો આપણે આ પડકારને પણ પહોંચી વળીએ તેમ છીએ અને સાથે જ તેમને Covid-19થી બચાવી પણ શકીએ છીએ.
આ સમસ્યાનું સમાધાન 40 વર્ષ દરમીયાન આપણે ઉભી કરેલી આપણી પબલીક ડીસ્ટ્રીબ્યુશન સીસ્ટમ (PDS) તેમજ આંગણવાડી એટલે કે ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વીસની વ્યવસ્થા અને તેમાં રહેલા લોકોને આપેલી તાલીમમાં રહેલું છે. ICDSના કર્મચારીઓ ભારતના દરેક ગામડામાં છે. ICDSના કર્મચારીઓની સંખ્યા 1.7 મીલિયન છે જે આપણા આર્મ્ડ ફોર્સીસની તાકત કરતા પણ વધારે છે. તેઓ એક રીતે સામાજની અંદર જ કુપોષણ સામે લડી રહેલા યોદ્ધાઓ છે.
Covid-19ની સામે લડત આપવા માટે દેશમાં જ્યારે લોક ડાઉન કરવામાં આવ્યું ત્યારે અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતી સ્થળાંતરીત વસ્તી પર તેની સૌથી મોટી અસર પહોંચી. ભારતના અસંગઠીત ક્ષેત્રના લોકોના સ્થળાંતરીત શ્રમિકોના અસ્તિત્વનો આધાર આંતરીક સ્થળાંતર, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થતુ સ્થળાંતર અને રાજ્યમાં જ એક સ્થળે થી બીજા સ્થળ સુધી થતા સ્થળાંતર પર છે. અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોના સ્થળાંતરનું કારણ ભૂખમરો છે. આ સમસ્યા ઉકેલવી એટલી સરળ પણ નથી. તો આપણે આ બંન્ને હેતુ સીદ્ધ થઈ શકે તેવુ કોઈ સમાધાન શોધવાની જરૂર છે. આ પરીસ્થીતિમાં ભૂખમરો જ દરેક સમસ્યનું મુળ છે. માટે એક વાત તો સ્પષ્ટ છે કે Covid-19ની કોઈ રસી નથી. આવી પરીસ્થીતિમાં આપણે આ કટોકટીમાં આપણી જાતને અને આસપાસના લોકોને મદદ કરીને કઈ રીતે નુકસાનને ઘટાડી શકીએ છીએ તે મહત્વનું છે.
એક નેતા તરીકે પ્રધાનમંત્રી આ કટોકટીની પરીસ્થીતિમાં મુખ્ય ભૂમિકામાં છે. તેમણે ICDS અને PDSના કર્મચારીઓને હેલ્થ અને મેડીકલના રીસોર્સીઝની જેમ Covid-19 સામેની લડાઈના પ્રથમ શ્રેણીના લડવૈયા તરીકે ગણવા જોઈએ. કેન્દ્ર અને રાજ્યોની સરકારો વચ્ચે યોગ્ય તાલમેલ બતાવીને આ કર્મચારીઓને આવવા જવાની વ્યવસ્થા કરી આપવી જોઈએ. કેન્દ્રની FCI, RBI અનાજનો પુરવઠો પહોંચાડવા માટે કામ કરી રહી છે જ્યારે પરીવહન અને વહેંચણીનું કામ સ્થાનિક એજન્સીઓ કરી રહી છે.
આપણા કેન્દ્રના અને રાજ્યના નેતાઓ ICMR, વાયરોલોજીક અને અન્ય હેલ્થ એક્સપર્ટની સલાહને ધ્યાનમાં રાખીને કેટલી સમજદારી અને સહકારથી નિર્ણયો હાથ ધરીને આપણા સ્થળાંતરીત શ્રમિકો સુધી અનાજ પહોંચાડવાનું કામ કરે છે તેના પર આ પરીસ્થીતિનો ઉકેલ કેટલો જલ્દી આવી શકશે તેનો આધાર છે. આ બંન્ને વચ્ચે સમતુલન જાળવવુ ખુબ જરૂરી રહેશે.
જેવી રીતે આ પહેલા આપણે દુકાળ અને ભૂખમરાની સ્થીતિમાં ‘ટેસ્ટ પબલીક વર્ક્સ’ ખોલીને પરીસ્થીતિનો સામનો કર્યો હતો તેવી જ રીતે હાલની પરીસ્થીતિમાં આપણે કેટલીક ચોક્કસ જગ્યાઓ પર ભોજન માટેની ની:શુલ્ક વ્યવસ્થા શરૂ કરીને સ્થળાંતરીત અને ભુખ્યા લોકો માટેની પુછપરછ હાથ ધરવી જોઈએ. જેનાથી આપણે વર્તમાનમાં ભૂખમરાનુ પ્રમાણ પણ જાણી શકીએ. તેનાથી આપણે ગરીબ શ્રમીકોને ભોજન અને સલામતી તેમજ સહકારનો અહેસાસ પણ કરાવી શકીશું. દરેક જગ્યાએ ભૂખ્યા લોકો હશે અને માટે આપણે આ અભિયાન દરેક જગ્યાએ ચલાવવું પડશે. આ પ્રકારના લોકો દરેક શહેરમાં ઝૂપડપટ્ટીમાં, દરેક ગામડામાં, સુકા વિસ્તારોમાં, અવિકસીત વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારોમાં તેમજ દુષ્કાળગ્રસ્ત અને રણ વિસ્તારોમાં દરેક જગ્યાએ જોવા મળશે. આ રીતે આપણે ભારતના દરેક ભૂખ્યા લોકો સુધી પહોંચી શકીશુ કે જે આશરે 20 કરોડ છે. આ મહાઅભિયાનને પાર પાડવા માટે આંગણવાડી સેન્ટર અને આંગણવાડી કર્મચારીઓ જો કામના કલાકો ઉપરાંતના કેટલાક કલાકો કામ કરે તો આપણે આ અભિયાનની શરૂઆત કરી શકીએ છીએ. તેમની પાસે તેમનું પોતાનું કહી શકાય તેવું એક સ્થળ છે જે ઝૂપડપટ્ટીમાં રહેનારા દરેક વ્યક્તિ અને ગામડામાં વસવાટ કરતા લોકો માટે અજાણ્યુ નથી. આપણે તેમને દરેક પ્રકારે સુરક્ષા, વધારાનું મહેનતાણુ, વિવિધ પ્રકારના રક્ષણાત્મક ઉપકરણો તેમજ મેડીકલના સાધનોની ખાતરી આપવી પડશે તેમજ તેમને સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાની તાલીમ પણ આપવી પડશે. તેમજ તેમના પરીવાર માટે ફેમેલી વીમાની વ્યવસ્થા પણ કરવી પડશે.