ગુજરાત

gujarat

ETV Bharat / bharat

2017-18માં રેલ્વેની હાલત થઈ કફોડી, છેલ્લા 10 વર્ષમાં સૌથી ખરાબ સ્થિતી

નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2017-18માં ભારતીય રેલવેનું સંચાલન રેશિયો (ઓઆર) 98.44 ટકા નોંધાયું છે. જે છેલ્લા 10 વર્ષમાં સૌથી ખરાબ છે. સીએજીના અહેવાલમાં આ વાત સામે આવી છે. આ સાથે સીએજીએ ભલામણ કરી છે કે, રેલવેએ આંતરિક આવક વધારવા માટે પગલા ભરવા જોઈએ. જેથી કુલ અને વધારાના બજેટીય સંસાધનો પર નિર્ભરતા ઓછી થઈ શકે.

position of railway
position of railway

By

Published : Dec 3, 2019, 1:31 PM IST

રેલવેમાં આ સંચાલન રેશિયો (ઓઆર) એટલે કે રેલવેએ રૂ .100 કમાવવા માટે 98.44 રૂપિયા ખર્ચ કર્યા છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2017-18માં ભારતીય રેલવેનું સંચાલન રેટિંગ રેશિયો 98.44 ટકા હોવાનું મુખ્ય કારણ ઓપરેટિંગ ખર્ચમાં વૃદ્ધિ છે.

કેગના અહેવાલમાં જણાવાયું છે કે, નાણાકીય વર્ષ 2008-09માં રેલવેનું સંચાલન રેશિયો 90.48 ટકા હતું, જે વર્ષ 2009-10માં 95.28 ટકા, 2010-11માં 94.59 ટકા, 2011-12માં 94.85 ટકા, 2012-13માં 90.19 ટકા, 2013-14માં 93.06 ટકા, 2014-15માં 91.25 ટકા, 2015-16માં 90.49 ટકા, 2016-17માં 96.5 ટકા અને 2017-18માં 98.44 ટકા નોંધાયું છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય રેલવેનો કુલ ખર્ચ વર્ષ 2016-17માં 2,68,759.62 કરોડ રૂપિયાથી વધીને 2017-18માં રૂ. 2,79,249.50 કરોડ થયો છે, જ્યારે મૂડી ખર્ચમાં 5..82૨ ટકાનો ઘટાડો થયો છે અને વર્ષ દરમિયાન આવક ખર્ચ 10.47 રહ્યો છે. જે જણાવે છે કે રોલિંગ સ્ટોક પર કર્મચારીના ખર્ચ, પેન્શન ચુકવણી અને લીઝ ભાડા માટેના ખર્ચ 2017-18ના કુલ સંચાલન ખર્ચમાં આશરે 71 ટકા જેટલો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, માલનું ભાડુ રેલવેનું સૌથી મોટું આવકનું સાધન છે અને ત્યારબાદ વધારાના બજેટીય સંસાધનો અને મુસાફરોની આવક છે. જોકે 2017-18માં વધારાના બજેટીય સંસાધનો અને ડીઝલ સેસનો હિસ્સો વધ્યો છે, તેમ છતાં, 2017-18માં સરેરાશ આંકડાની તુલનામાં 2017-18માં ભાડા, મુસાફરોની આવક, જીબીએસ અને અન્ય શેરમાં ઘટાડો થયો છે.

વર્ષ 2015-20 સુધીના પ્રથમ પાંચ વર્ષ દરમિયાન અંદાજિત રકમ પાંચ વર્ષના ગાળા માટે રૂ. 1.5 લાખ કરોડની નાણાકીય સહાયથી ઓછી છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રેલવે આ રકમનો સંપૂર્ણ ખર્ચ કરી શક્યું નથી.

કેગના અહેવાલમાં ભલામણ કરવામાં આવી છે કે રેલવેએ આંતરિક આવક વધારવાના પગલા લેવા જોઈએ, જેથી કુલ અને વધારાના બજેટીય સંસાધનો પર આધારીત રહી શકાય નહીં.

જેમાં ભલામણ કરાઈ છે કે, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રેલ્વે દ્વારા કરવામાં આવતા મૂડી ખર્ચમાં ઘટાડો થવો જોઇએ. રેલ્વે છેલ્લા બે વર્ષમાં આઇબીઆર-આઈએફ હેઠળ એકત્ર કરેલા ભંડોળનો ખર્ચ કરી શક્યો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રેલ્વેને બજારમાંથી મળેલા ભંડોળના સંપૂર્ણ ઉપયોગની ખાતરી કરવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details