ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAF જવાને સાથી જવાન પર કર્યું ફાયરિંગ, 2 જવાનોના મોત

નારાયણપુર આમદાઈ ખીણ કેમ્પમાં સેના જવાનો વચ્ચે આંતરિક ઘર્ષણ થયું હતું. જેમાં એક જવાને સાથી જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં બે જવાન શહીદ થયા હતા, જ્યારે એક જવાનને ગંભીર ઈજા પહોંચી છે.

સેના જવાનો વચ્ચે આંતરિક ઘર્ષણ
સેના જવાનો વચ્ચે આંતરિક ઘર્ષણ

By

Published : May 30, 2020, 10:41 AM IST

છત્તીસગઢ:નારાયણપુરના આમદાઈ ખીણ કેમ્પમાં એક જવાને સાથી સેના જવાન પર ગોળીબાર કર્યો હતો. જેમાં બે સેના જવાનના મોત થયા હતા, જ્યારે એક જવાનને ગંભીર ઈજા પહોંચી છે.

નારાયણપુર આમદાઈ ખીણ કેમ્પમાં સેના જવાન વચ્ચે આંતરિક ઘર્ષણ થયું હતું. આ વિવાદમાં એક પ્લાટૂન કમાન્ડર અને હવાલદારનુું મોત નીપજ્યું હતું, જ્યારે એક પ્લાટૂન કમાન્ડર ઘાયલ થયો છે. ઘાયલ જવાનને સારવાર માટે રાયપુર ખસેડવામાં આવ્યો છે.

આ ઘટના CAFની 9મી બટાલિયનની છે. સેના જવાનો વચ્ચે શુક્રવાર રાત્રે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝગડો એટલો વધી ગયો કે, એક જવાન તેની સર્વિસ રાઈફલ વડે જવાનો પર ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગવાના કારણે બે સેના જવાનોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. જ્યારે 1 જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલ જવાનને વધુ સારવાર અર્થે રાયપુર રિફર કરાયો છે. બસ્તરના આઈ.જી. સુંદરરાજ પીએ આ ઘટના અંગે માહિતી આપી છે.અમદાઈ ખીણ ચોથેડોંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે.

છત્તીસગઢમાં આ પ્રકારની ફાયરીંગના વધુ કેસો નોંધાયા છે

  • ફેબ્રુઆરી 2020માં એક જવાને તેના બે સાથીદારો પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર બીજપુરના ફરસીંગમાં CAF કેમ્પમાં થયો હતો. આ ઘટના બાદ જવાને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં એક જવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.
  • ડિસેમ્બર 2019માં સીઆરપીએફ જવાન વેકેશન બાદ દાંતેવાડા છાવણીમાં પરત ફરી રહ્યો હતો, ત્યારે તેને તેના સાથી પર રાઈફલ વડે ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં જવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ફાયરિંગ બાદ સેના જવાને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી.
  • ડિસેમ્બર 2019માં એક જવાને નારાયણપુર જિલ્લાના આઈટીબીપી કેમ્પમાં ગોળીબાર કર્યો હતો. જે બાદ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં કુલ 6 સેના જવાન માર્યા ગયા હતા.
  • ડિસેમ્બર 2017માં સીઆરપીએફ જવાને તેના જ સાથીદારો પર ફાયરિંગ કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનામાં જવાનોએ આંતરિક લડાઈમાં ફાયરિંગ કર્યું હતું. જેમાં કુલ 4 સેના જવાને માર્યા ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details