મુંબઇ: કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને મુંબઇ એરપોર્ટ પર 26 જાન્યુઆરી સુધી 3756 યાત્રિકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 15 યાત્રી મહારાષ્ટ્રના રહેવાસી હતા. રાજ્ય સરકારે કહ્યું કે, કેન્દ્ર સરકારના નિર્દેશાનુસાર તેમણે 28 દિવસો માટે ટેલીફોન પર દેખરેખમાં રાખવામાં આવ્યો છે.
કોરોના વાયરસ: મુંબઇ એરપોર્ટ પર 26 જાન્યુઆરી સુધી 3700 મુસાફરોની તપાસ - ઘાતક રોગચાળા
ચીનથી ફેલાયેલા જીવલેણ વુહાન કોરોના વાયરસએ હવે એક ઘાતક રોગચાળાનું સ્વરૂપ લઈ લીધું છે. જેથી ભારતમાં પણ તેને લઇ સરકાર લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. 26 જાન્યુઆરી સુધી મુંબઇ એરપોર્ટ પર 3700થી પણ વધુ યાત્રિકોની તપાસ કરવામાં આવી છે.

ચીનમાં ફેલાયેલા જીવલેણ વાયરસની મળતી માહિતી મુજબ વાયરસના કારણે અત્યાર સુધી 106 લોકોના મોત થયા હોવાનો સત્તાવાર આંકડા નોંધાયા છે. તમામ સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં સમગ્ર દુનિયામાં લગભગ 4000 લોકો આ ઘાતક ઈન્ફેક્શનની લપેટમાં આવી ગયા છે. વુહાન કોરોના વાયરસના ચેપનો ભોગ બનેલા અને મૃત્યુ પામેલા મોટાભાગના ચીનના જ લોકો છે. હવે આ વાયરસ ચીનના બેઈજિંગ અને હુબી શહેરો સુધી પહોંચી ચૂક્યો છે.
મળેલી જાણકારી મુજબ, ઘાતક વુહાન કોરોના વાયરસના કેસ અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, કેનેડા, નેપાળ, જર્મની, થાઈલેન્ડ, સિંગાપુર અને વિયેતનામમાંથી પણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તમામ દેશોએ સુરક્ષા કારણોસર પોતાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સમાં તપાસ શરૂ કરી દીધી છે. ખાસ કરીને ચીનથી આવતા વિમાનોની સઘન તપાસ થઈ રહી છે. કોઈ પણ પ્રકારનો તાવ કે વાઈરલની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.