નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે બુધવારના રોજ સંસદીય પેનલની ભલામણ સ્વીકારી નેશનલ કમિશન ફોર હોમિયોપેથી અને નેશનલ કમિશન ફોર ઇન્ડિયન મેડિસિન પરના બિલમાં સુધારાને મંજૂરી આપી છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, સુધારાઓ હેઠળ હવે બંને સંસ્થાઓના બોર્ડમાં ડૉક્ટરના પ્રતિનિધિઓ વધારે પ્રમાણમાં રહેશે.
હોમિયોપેથી કાઉન્સિલ અને તબીબી વ્યવહાર આયોગ બિલમાં સુધારાને મળી લીલીઝંડી
કેન્દ્રીય કેબિનેટે હોમિયોપેથી કાઉન્સિલ અને ભારતીય તબીબી સિસ્ટમના આયોગ બિલમાં સુધારો કરવાની મંજૂરી આપી છે.
કેબિનેટે હોમિયોપેથી કાઉન્સિલ અને ભારતીય તબીબી વ્યવહાર આયોગ બિલમાં સુધારાને આપી લીલીઝંડી
આરોગ્ય સંબંધિત જે તે વિભાગના સ્થાયી સમિતિને રિફર કર્યા બાદ બંને બિલ રાજ્યસભામાંથી પસાર થશે.