નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનાં કારણે 25 લોકોએ જીવ ગુમાવ્યો છે તેમજ સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 હજારથી વધી ગઈ છે. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારને લોકડાઉનનો કડક અમલ કરાવવા આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે, જે શ્રમિકો અને વિદ્યાર્થીઓ પોતાના વતન જવા માટે દોડધામ કરે છે, ભીડ કરે છે તેમના પર રોક લગાવવામાં આવે. તેમના રહેવા,જમવા સહિતની તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે.
લોકોની અવર-જવર પર રોક લગાવવા રાજ્ય સરકારોને કેન્દ્રનો આદેશ - શ્રમિકો માટે સુવિધા
ભારતમાં કોરોના વાઈરસના સંકટને ટાળવા લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાઈરસથી દેશમાં અત્યારસુધી 25 લોકોના મોત થયા છે. સંક્રમિત લોકોનો આંકડો પણ 1 હજારથી વધી ગયો છે. જેના કારણે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે, શ્રમિકો, વિદ્યાર્થીઓની અવર-જવર પર રોક લગાવવામાં આવે.
લોકોની અવર-જવર પર રોક લગાવવા રાજ્ય સરકારોને કેન્દ્રનો આદેશ
આ ઉપરાંત જે પણ મકાનમાલિક ઘર ખાલી કરાવવાનું કહે છે તેમની સામે કાયદેસરના પગલા ભરવાની પણ સુચના આપી છે.
રવિવારે મળેલી કેબિનેટની બેઠકમાં કેબિનેટ સચિવે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે દરેક રાજ્યના મુખ્ય સચિવોને લોકોની અવર જવર રોકવા માટે પત્ર લખ્યો છે.