ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેબિનેટની બેઠક પર 'કોરોના ઈફેક્ટ', સોશિયલ ડિસ્ટન્સનું અનોખું ઉદાહરણ - કોરોના વાઇરસ

ભારતમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. દેશમાં કોરોના વાઇરસના 562થી વધુ કેસ નોંધાયા છે. દેશમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાઇરસના કારણે લોકો સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. બુધવારે PMOમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં બધા પ્રધાન 1-1 મીટરના અંતરે બેસેલા જોવા મળ્યા હતા.

corona
કેબિનેટ

By

Published : Mar 25, 2020, 1:44 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ મંગળવારે દેશને સંબોધિત કર્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટેંસિંગનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ કહ્યું હતું કે, લોકડાઉન આ સમયે જરૂરી છે. તમે આ સમયે કોઇને પણ ના મળો, પોતાના ઘરમાં જ રહો અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરો. PMની અપીલની અસર દેશના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે. બુધવારે PMOમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં પણ સોશિયલ ડિસ્ટેંસિંગ જોવા મળ્યું છે. બધા પ્રધાન 1-1 મીટરના અંતરે બેઠા છે.

સોશિયલ ડિસ્ટન્સનું અનોખું ઉદાહરણ

બુધવારે લોકડાઉનના પ્રથમ દિવસે લોકો દૂધ અને શાકભાજીની દુકાને પહોંચ્યા હતા. પરંતુ એક એક મીટરનું અંતર રાખ્યું હતું. આવી રીતે લોકો સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. કોરોનાના કારણે વિશ્વમાં 18,922 લોકોના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details