રાજસ્થાન: રાજસ્થાનમાં એક મહિનાથી ચાલી રહેલા રાજકીય ધમાસણ બાદ આજે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની અધ્યક્ષતામાં 4:30 વાગ્યે મુખ્યપ્રધાનના નિવાસસ્થાન પર બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં રાહત કાર્ય અને કોરોનાથી જોડાયેલ અન્ય કામો માટે સીએમથી લઇને પ્રધાનો અને સરકારી કર્મચારીઓના 1 દિવસનો પગાર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
રાજસ્થાનમાં આજે કેબિનેટની બેઠક, રાજકીય સંકટના અંત બાદ પહેલી બેઠક - latest news in Rajasthan
રાજસ્થાનમાં એક મહિનાથી ચાલી રહેલ રાજકીય ધમાસણ બાદ આજે મુખ્યપ્રધાન અશોક ગેહલોતની અધ્યક્ષતામાં 4:30 વાગ્યે મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને બેઠક બોલાવવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં કર્મચારીઓનો 1 દિવસનો પગાર કાપ, ઉદ્યોગ અને પર્યટનને લગતી માંગણીઓ, સાથે સાથે રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર વિશેષ ચર્ચા થવાની સંભાવના છે. જો કે, બેઠકનો ઔપચારિક એજન્ડા કોઇ પ્રધાનને મોકલ્યો નથી.
કર્મચારીઓનો પગાર કાપવાનો પ્રસ્તાવ છેલ્લા દિવસોમાં મુખ્ય સચિવ રાજીવ સ્વરૂપ અને અધિક મુખ્ય સચિવ નિરંજન આર્ય સાથે સ્ટાફ નેતાઓની બેઠકમાં પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેબિનેટમાં ઉદ્યોગોને રાહત આપવા માટે પણ નિર્ણયો લઈ શકાય છે. જેમાં પર્યટન ઉદ્યોગની પેન્ડિંગ માંગણીઓ પર વિચાર થઇ શકે છે. લોકડાઉન દરમિયાન સૌથી વધુ અસર આ સેક્ટરમાં થઈ છે. આ ઉપરાંત સેવા નિયમ સંશોધનનો નિર્ણય પણ આ બેઠકમાં લેવાઈ શકાય એમ છે.
તમને જણાવી દઇએ કે, રાજ્યમાં 1 મહિનાથી વધારે ચાલેલા રાજકીય કાર્યક્રમો દરમિયાન રાજ્યમાં કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ તે બેઠકમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા નહોતા.