ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિવરાજ કેબિનેટનું વિસ્તરણ, ગોપાલ ભાર્ગવ, યશોધરા રાજે કેબિનેટ પ્રધાન બન્યાં - shivraj NEWS

આજે મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ સરકારના કેબિનેટનું વિસ્તરણ થયું છે. આજે ભોપાલમાં રાજભવન ખાતે રાજ્યપાલ આનંદીબેન પટેલ ધારાસભ્યોને પ્રધાન પદના શપથ લેવડાવ્યાં હતાં.

cabinet
શિવરાજ

By

Published : Jul 2, 2020, 8:29 AM IST

Updated : Jul 2, 2020, 2:35 PM IST

ભોપાલ: ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ સરકારની કેબિનેટનું આજે વિસ્તરણ થયું છે. આજે સવારે 11 વાગ્યે રાજભવન ખાતે કાર્યકારી રાજ્યપાલ આનંદીબેન પટેલ ધારાસભ્યોને પ્રધાન પદના શપથ લેવડાવ્યાં હતાં.

મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના પહેલા પ્રધાનમંડળનું વિસ્તરણ કાર્યક્રમ રાજભવનમાં શરૂ થઈ ગયો હતો. યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ એંદલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહ કેબિનેટ પ્રધાન પદના શપથ લીધા છે.

ગોપાલ ભાર્ગવ, વિજય શાહ, જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ, યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ પ્રધાન પદના શતથ લીધા છે. આ સિવાય વિશ્વાસ સારંગ, ઈમરતી દેવી, પ્રભુરામ ચૌધરી, પ્રધ્યુમન સિંહ તોમાર, ઓમ પ્રકાશ સકલેચા, ઉષા ઠાકુર,પ્રેમ સિંહ પટેલ, હરદીપ સિંહ ડંગ, અરવિંદ સિંહ ભદૌરિયા, ડો. મોહન યાદવ અને રાજ્યવર્ધન સિંહે પણ કેબિનેટ પ્રધાન પદના શપથ લીધા હતા.

ભારત સિંહ કુશવાહ, ઈન્દર સિંહ પરમાન, રામખિલાવન પટેલ, રામકિશોર કાંવરે, બૃજેન્દ્ર સિંહ યાદવ અને ગિર્રાજ દંડોદિયાએ રાજ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ કાર્યક્રમ પહેલા શિવરાજે રાજ્યપાલ આનંદીબેન પટેલને 20 કેબિનેટ અને 8 રાજ્યમંત્રીની યાદી સોંપી હતી.

આ કાર્યક્રમ પહેલા શિવરાજે રાજ્યપાલ આનંદીબેન પટેલને 20 કેબિનેટ અને 8 રાજ્ય પ્રધાની યાદી સોંપી હતી. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ પટેલ અને રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ કેબિનેટ વિસ્તરણના કાર્યક્રમમાં સામેલ થયાં હતાં.

Last Updated : Jul 2, 2020, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details