કન્નડમાં શપથ લીધેલા ધારાસભ્યોમાં જોઈએ તો ગોવિંદ કરજોલ, સી.એન અશ્વથ નારાયણ, લક્ષ્મણ સાવદી, કે.એસ.ઈશ્વરપ્પા, આર અશોક, જગદીશ શેટ્ટાર, બી શ્રીરામુલુ, એસ સુરેશ કુમાર, વી. સોમન્ના, સી.ટી. રવિ, બસવરાજ બોમ્મઈ, કોટા શ્રીનિવાસ પૂજારી, જે.સી.મધુસ્વામી, ચંન્દ્રકાંતગૌડા પાટિલ, એચ નાગેશ, પ્રભુ ચૌહાન અને જોલી શશિકલા અન્નાસાહેબના નામ સામેલ છે.
કર્ણાટકમાં ભાજપના મંત્રીમંડળનું વિસ્તરણ, 17 ધારાસભ્યોએ લીધા શપથ - રાજ્યપાલ વજૂભાઈ વાળા
બેંગલુરૂ: કર્ણાટકમાં ત્રણ અઠવાડીયા પહેલા બનેલી ભાજપ સરકારનું મંગળવારે સાદગીપૂર્ણ રીતે વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં 17 ધારાસભ્યો સામેલ થયા હતા. જેમાં એક અપક્ષ ઉમેદવાર પણ સામેલ છે. રાજ્યપાલ વજૂભાઈ વાળાએ આ તમામ 17 ધારાસભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતાં.
ani twitter
ભાજપના દિગ્ગજ લિંગાયત નેતા બી.એસ.યેદિયુરપ્પાએ 23 જૂલાઈએ 14 મહિના જૂની જેડીએસ-કોંગ્રેસના ગઠબંધનવાળી સરકારનું પતન કર્યા બાદ સત્તામાં આવ્યા હતાં અહીં તેઓ ચોથી વાર રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતાં.