નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઇ, ચૈન્નઇ, દિલ્હી, અમદાવાદ, થાને, પુને, હૈદરાબાદ, કોલકાતા, હાવડા, ઇન્દોર, જયપુર, જોધપુર, ચેંગલપટ્ટૂ અને તિરુવલ્લૂરના નગર નિગમ આયુક્ત આ બેઠકમાં સામેલ થયા છે.
આ બેઠક એ માટે મહત્વપૂર્ણ છે કારણ કે, આ 13 શહેર દેશમાં કોરોના વાઇરસથી સર્વાધિક પ્રભાવિત થયા છે અને દેશમાં સંક્રમણના કુલ કેસમાંથી લગભગ 70 ટકા કેસ આ જ શહેરોમાંથી સામે આવ્યા છે.
આ વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી આ બેઠકમાં સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવો તેમજ પ્રધાન સચિવ (સ્વાસ્થય) વિભાગોએ પણ ભાગ લીધો હતો. આ બેઠકનો એજેન્ડા કોવિડ 19ને લઇને સાર્વજનિક સ્વાસ્થય પ્રતિક્રિયા હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં સંબંધિત જિલ્લા અધિકારીઓએ અથવા જિલ્લા મેજિસ્ટ્રેટોએ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં કોવિડ 19થી બચવા માટે નગર નિગમોના અધિકારીઓ અને કર્મીઓ માટે ઉઠાવેલા પગલાઓની સમીક્ષા કરી હતી.
કેન્દ્ર સરકારે શહેરી વસ્તીઓમાં કોરોના વાઇરસથી બચવાથી લઇને પહેલા જ દિશા-નિર્દેશો જાહેર કર્યા છે.