ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નિર્મલા સીતારમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર સુધારેલા નાગરિકતાના કાયદાને લઈને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવી તેમની નિંદા કરી હતી.
ભારતીય જનતા પાર્ટી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં નિર્મલા સીતારામણે દેખાવકારોને આ કાયદો વાંચવા અને જરૂર પડ્યે સ્પષ્ટતા મેળવવા કહ્યું હતું. વધુમાં તેમણે દેખાવકારોને એમ પણ કહ્યું કે, લોકોએ એવી તાકતોથી સાવચેત રહેવું જોઈએ જે તેમને ભ્રમિત કરે છે અને દેશના નાગરિકોમાં હિંસા અને ભય ફેલાવે છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે, 'હું ભારતના તમામ નાગરિકોને અપીલ કરૂં છું કે, તેઓ આ મુંઝવણ અને ભયમાં લોકો ન આવે. કોંગ્રેસ, તૃણમૂલ, આપ અને ડાબેરી પક્ષો સુધારેલા નાગરિકતા કાયદા અને NRCને પરસ્પર જોડીને ડરનો માહોલ ઉભો કરી રહ્યાં છે. જ્યારે NRC તો હજી તૈયાર પણ નથી કરવામાં આવ્યો.