નવી દિલ્હીઃ દિલ્હીના મોજપુર વિસ્તારમાં સીએએના વિરોધમાં રવિવારના રોજ પોલીસ પર પથરાવ થયો હતો. જ્યારે નોર્થ ઇસ્ટ જિલ્લાના જાફરાબાદ વિસ્તારમાં ત્યારે જ પથ્થર ફેકાયા હતા.
દિલ્હીના મોજપુરમાં CAAના વિરોધમાં પોલીસ પર પત્થર ફેકાયા - નાગરિકતા સંશોધન કાયદા
નાગરિકતા સંશોધન કાયદા(CAA)ના વિરોધમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાં પ્રદર્શન થઇ રહ્યા છે, ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ શાહિન બાગ પછી હવે જાફરાબાદ મોજપુર વિસ્તારમાં પણ પ્રદર્શન થઇ રહ્યા છે.
દિલ્હીના મોજપુરમાં CAAના વિરોધમાં પોલીસ પર પત્થર ફેકાયા
જ્યારે પોલીસે વિરોધ કરનાર લોકોને તિતર-બિતર કરવા માટે આંસૂ ગેસ છોડવાની ફરજ પડી હતી.
મહત્વનું છે કે જાફરાબાદ મેટ્રો સ્ટેશન સામે આવીને મહિલાઓ રોડ પર બેસી ગઇ હતી. પોલીસે મહિલાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે માન્યા ન હતા અને રોડ પર બેસીને વિરોધ ચાલુ રાખ્યો હતો. જ્યારે આ વિરોધને લઇને પોલીસ અને વિરોધ કરનાર વચ્ચે ધક્કા મુક્કી પણ થઇ હતી અને પોલીસને લોકોને નિયંત્રણમાં લાવવા પ્રયત્ન કરાયો હતો.