પટણા: જનતાદળ યૂનાઈટેડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે નાગરિકતા કાનૂન અને NRC વિરુદ્ધ ફરી એક વખત પ્રતિક્રિયા આપી છે. આ વખતે તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પડકાર આપતા CAA-NRC લાગુ કરવાની વાત કરી છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, જો તમે નાગરિકતા કાયદો અને NRC વિરુદ્ધ વિરોધ કરનારની કાળજી કરતા નથી. તો કેમ આગળ વધતા નથી અને આ કાયદો લાગુ કરવાની કોશિષ કરો છો.
પ્રશાંત કિશોરનો શાહને પડકાર, 'તમે CAA-NRCનો વિરોધ કરનારનું સાંભળતા નથી તો કાયદો લાગુ કરો' - Citizenship Amendment Act protests
જનતા દળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન પર પલટવાર કરતા પડકાર ફક્યો છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, જો તમે નાગરિકતા કાયદો અને NRCનો વિરોધ કરનારની કાળજી નથી કરતા, તો કેમ આગળ નથી વધતા, કાયદો લાગુ કરવાની કોશિષ કરો. અમિત શાહે લખનઉમાં કહ્યું હતું કે, જેને વિરોધ કરવો હોય તે કરે, પરંતુ અમે નાગરિકતા કાયદાને પરત લેશું નહીં.
તમને આપને જણાવીએ કે, ભાજપ સહયોગી દળ જદયૂએ સંસદના બંને સદનમાં નાગરિકતા કાયદાને સમર્થન આપ્યું છે. આ પ્રથમ વખત નથી કે, પ્રશાંત કિશોરે CAA-NRCને લઈ કેન્દ્ર સરકાર પર હુમલો બોલ્યા હોય આ પહેલા પણ અનેખ વખત CAA-NRCનો વિરોધ કરી ચૂક્યા છે. રણનીતિકાર પ્રશાંત કિશોરે ટ્વિટ કરી ગૃહપ્રધાન અમિત શાહ પર હુમલો બોલ્યા છે. પ્રશાંત કિશોરે ટ્વીટ કરી કહ્યું કે, નાગરિકોની અસહમતિને રદ કરવી કોઈ પણ સરકારની તાકાતનો સંકેત નથી. અમિત શાહજી જો તમે નાગરિકતા કાયદો અને NRC(National Register of Citizens)નો વિરોધ કરનારની કાળજી કરતા નથી, તો તમે આ કાયદા પર કેમ આગળ વધતા નથી. તમે CAA-NRCને ક્રોનોલૉજીમાં લાગુ કરવાનો પ્રયાસ કરો, રાષ્ટ્ર માટે આટલી મોટી જાહેરાત કરી છે.
નીતિશ કુમારની અધ્યક્ષતાવાળી પાર્ટી જનતા દળના સંસદના બંને સદનમાં CAA (Citizenship Amendment Act protests)નું સમર્થન કર્યુ છે. ત્યારે પ્રશાંત કિશોર સતત પાર્ટી લાઈનથી બહાર જઈ નિવેદન આપી રહ્યા છે. તો પાર્ટી પ્રવકતા પવન વર્માએ દિલ્હીમાં પાર્ટી ગઠબંધનને લઈ નીતિશ કુમારને સવાલ કર્યો છે. હાલમાં નિતીશ કુમારે બિહાર વિધાનસભાના એક દિવસીય સત્ર દરમિયાન સ્પષ્ટ કહ્યું હતુ કે, તેમણે CAAનું સમર્થન કર્યું છે. પરંતુ બિહારમાં NRC લાગુ થવા દેશે નહિ. આ બાદ નીતિશ કુમારે કોઈ પ્રતિક્રિયા આપી નથી.